12 વર્ષની રૂપાલીમાં ગજબનું ટેલેન્ટ, દારૂ પી ડ્રાઈવિંગ કરવા પર બંધ થઈ જશે ગાડી

દારૂના સેવનની પુષ્ટી થતા જ ગાડીની લોકેશન ડ્રાઈવરના પરિવારજનો અને પોલીસ પાસે એસએમએસના માધ્યમથી પહોંચી જશે.

News18 Gujarati
Updated: January 6, 2019, 7:34 AM IST
12 વર્ષની રૂપાલીમાં ગજબનું ટેલેન્ટ, દારૂ પી ડ્રાઈવિંગ કરવા પર બંધ થઈ જશે ગાડી
દારૂના સેવનની પુષ્ટી થતા જ ગાડીની લોકેશન ડ્રાઈવરના પરિવારજનો અને પોલીસ પાસે એસએમએસના માધ્યમથી પહોંચી જશે.
News18 Gujarati
Updated: January 6, 2019, 7:34 AM IST
દારૂ પીને ગાડી ચલાવવાની દુર્ઘટના પર લગામ કસવા વર વેલી સ્કૂલ બજોરાની સાતમા ધોરણની વિદ્યાર્થીએ શ્વાસ પરી7ક યંત્ર મોડલ તૈયાર કર્યું છે. રાવમાપા તલાઈ (બિલાસપુર, હિમાચલ પ્રદેશ)માં આયોજિત રાજ્ય સ્તરિય વિજ્ઞાન પ્રદર્શનીમાં રજૂ થયેલા 100 મોડલમાં રૂપાલીના મોડલને ઘણી લોકપ્રિયતા મળી.

શનોવર વેલી પબ્લિક સ્કૂલ બજોરા જીલ્લા કુલ્લુમાં અભ્યાસ કરી રહેલી સાતમા ધોરણની 12 વર્ષની વિદ્યાર્થીની રૂપાલી ઠાકુરનો દાવો છે કે, આને કોઈ ગાડીમાં અજમાવવામાં આવે તો, આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના ચલણ પર રોક લગાવી શકે છે.

રૂપાલીએ જે મોડલ તૈયાર કર્યું છે, તેમાં એલ્કોમીટર, સ્મોકેલાઈઝર, જીપીએસ અને એએસએમની આધુનિક ટેક્નોલોજીની મદદ લેવામાં આવી છે. દારૂ પીને કોઈ ચાલક ગાડીમાં બેસે છે તો, શ્વાસ પરીક્ષક યંત્ર ગાડીને તુરંત બંધ કરી દેશે.

એટલું જ નહી, શ્વાસ પરીક્ષક યંત્રથી દારૂના સેવનની પુષ્ટી થતા જ ગાડીની લોકેશન ડ્રાઈવરના પરિવારજનો અને પોલીસ પાસે એસએમએસના માધ્યમથી પહોંચી જશે.

રૂપાલીનું કહેવું છે કે, દારૂ પીને ગાડી ચલાવવો અપરાધ છે, પરંતુ તો પણ આ ક્રમ રોકાવાનું નામ નથી લેતો. શ્વાસ પરિક્ષક યંત્રને ગાડીમાં સ્થાપિત કરવાથી આના પર લગામ લગાવી શકાય છે.

આ ઈરાદા સાથે તેણે આ યંત્ર તૈયાર કર્યું છે. આમાં એલ્કોમીટર, સ્મોકેલાઈઝર, જીપીએસ અને જીએસએમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
First published: January 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...