Home /News /tech /Highest Waiting Period Cars: આ ગાડીઓને ઘરે લાવવા માટે જોવી પડશે રાહ, 1 વર્ષ ઉપર પહોંચ્યો વેઇટિંગ પીરિયડ

Highest Waiting Period Cars: આ ગાડીઓને ઘરે લાવવા માટે જોવી પડશે રાહ, 1 વર્ષ ઉપર પહોંચ્યો વેઇટિંગ પીરિયડ

મહિન્દ્રા થાર માટે લગભગ નવ મહિનાનો વેટિંગ પીરિયડ છે.

Highest Waiting Period Cars: મહિન્દ્રા સ્કોર્પિયો માટે તમારે લગભગ ત્રણ મહિનાનો ઇંતેજાર કરવો પડશે. નવી સ્કોર્પિયો આવવાની છે, એટલે જે ગ્રાહકોએ હાલમાં જ હાજર મોડલની બુકિંગ કરી છે, તેમને નવા મોડલમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ મળી શકે છે.

Highest Waiting Period Cars: દેશમાં આજે કાર ખરીદતા પહેલા તમને એ જાણ હોવી જરૂરી છે કે કઈ કાર પર કેટલું વેટિંગ પીરિયડ ચાલી રહ્યું છે. વધતી માંગ અને સપ્લાય વચ્ચે વાહન નિર્માતા બેલેન્સ કરવામાં સક્ષમ નથી અને ખરીદારોને ખૂબ રાહ જોવી પડી રહી છે. માત્ર એસયુવી જ નહીં પરંતુ હેચબેક અને સેડાન પર પણ લાંબો વેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. જો તમે જલ્દીથી કોઈ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો તમને જણાવી દઈએ કે કઈ કારની ડિલિવરી માટે તમારે લાંબો ઇંતેજાર કરવો પડી શકે છે.

મહિન્દ્રાની કાર્સ પર સૌથી લાંબો વેટિંગ પીરિયડ

સૂત્રો મુજબ, Mahindra XUV700 એસયુવી પર લગભગ 1 વર્ષનો વેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, એટલે કે Mahindra XUV700 મોટાભાગના શહેરોમાં એક વર્ષની અને ઓછામાં ઓછા સાત મહિનાના વેટિંગ પીરિયડ પર છે. તો મહિન્દ્રા થારનો હજુ પણ દેશભરમાં લગભગ નવ મહિનાનો વેટિંગ પીરિયડ કહેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 પેટ્રોલ કાર, કિંમત પણ છે ઓછી, જુઓ લિસ્ટ

આ સાથે જ મહિન્દ્રા સ્કોર્પિયો માટે તમારે લગભગ ત્રણ મહિનાનો ઇંતેજાર કરવો પડશે. કારણકે નવી સ્કોર્પિયો આવવાની છે, એટલે જે ગ્રાહકોએ હાલમાં જ હાજર મોડલની બુકિંગ કરી છે, તેમને નવા મોડલમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ મળી શકે છે. આ ઉપરાંત, બોલેરો લગભગ એક મહિનાના વેટિંગ પીરિયડ બાદ ઉપલબ્ધ થશે.

આ કારોની પણ જબરદસ્ત માંગ

તો કોમ્પેક્ટ એસયુવી સ્પેસમાં સૌથી વધુ ફીચર લોડેડ વાહનોમાંથી એક હોવાને લીધે એમજી એસ્ટર પર વેરિઅન્ટ અને ડીલરશિપના આધારે વેટિંગ પીરિયડ છ મહિના કહેવામાં આવી રહ્યો છે. આ સાથે જ કિયા કેરેન્સ અને ક્રેટાનો વેટિંગ પીરિયડ હંમેશાથી ટોપ પર રહ્યા છે. કેરેન્સ માટે તમારે 8 મહિના સુધી અને ક્રેટા માટે 9 મહિનાની રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો: Safest Cars: દેશની સૌથી સુરક્ષિત કારોમાં કરો સફર! 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કિંમત 5.83 લાખથી શરુ

નોંધનીય છે કે ક્રેટા ઘણાં સમયથી ભારતમાં સૌથી વધુ વેચાતી એસયુવી રહી છે. ક્રેટા પર વેટિંગ પીરિયડ વાસ્તવમાં ગયા વર્ષે ઘટી ગયો હતો, પરંતુ વેરિઅન્ટ અને ડીલરશિપના આધારે વેટિંગ પીરિયડ હજુ પણ લાંબો છે. સેડાન સેગમેન્ટની વાત કરીએ તો હોન્ડા સિટી ઈ: એચઈવી હાઈબ્રિડ પર વેટિંગ પીરિયડ હવે છ મહિના સુધી પહોંચી ગયો છે.
First published:

Tags: Auto news, Automobile, Creta, Gujarati tech news, Mahindra, Mahindra XUV700

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો