Home /News /tech /Atum Vader : ભારતમાં લોન્ચ થઇ સસ્તી ઇલેક્ટ્રિક બાઈક, સિંગલ ચાર્જમાં દોડશે 100 કિમી, કિંમત પણ ઓછી
Atum Vader : ભારતમાં લોન્ચ થઇ સસ્તી ઇલેક્ટ્રિક બાઈક, સિંગલ ચાર્જમાં દોડશે 100 કિમી, કિંમત પણ ઓછી
ઈલેક્ટ્રીક બાઈક
Atum Vader ઇલેક્ટ્રિક બાઈક (Electric bike) કંપની ની સત્તાવાર વેબ સાઈટ પર રૂ. 999 ની કિંમતે પ્રિ-બુકિંગ થઇ શકે છે. આ બાઈક કુલ 5 રંગો માં ઉપલબ્ધ છે. જેમાં લાલ, સફેદ, વાદળી, કાળો અને ગ્રે નો સમાવેશ થાય છે.
EBike : Atumobile નામની નવી ઇલેક્ટ્રિક વાહન બ્રાન્ડે ભારતમાં નવી ઇલેક્ટ્રિક બાઈક AtumVader લોન્ચ કરી છે. આ નવી બાઈક ને કેફે રેસર ફોરમેટ માં તૈયાર કરવામાં આવી છે. બાઈક ની શરૂઆતી કિંમત રૂ.99,999 રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે બાઈક ને શરૂઆતી કિંમતે રજુ કરવામાં આવી છે. કંપની ના જણાવ્યા અનુસાર આ કિંમત પેહલા 1000 ખરીદદારો માટે જ છે.
Atum Vader ઇલેક્ટ્રિક બાઈક કંપની ની સત્તાવાર વેબ સાઈટ પર રૂ. 999 ની કિંમતે પ્રિ-બુકિંગ થઇ શકે છે. આ બાઈક કુલ 5 રંગો લાલ, સફેદ, વાદળી, કાળો અને ગ્રે માં ઉપલબ્ધ છે.
એક વાર ચાર્જ કરો ચાલશે 100 કિમી
કંપનીએ દાવો કર્યો છે કે એક વાર ચાર્જ કાર્ય પછી બાઈક 100 કિમી સુધી ચાલી શકશે. બાઈક ની ટોપ સ્પીડ 65 કિમી ની રાખવામાં આવી છે. આ બાઈક 2.4 KWH બેટરી પેક દ્વારા સંચાલિત છે. AtuVader e-બીકે ટ્યુબ્યુલર ચેસીસ પર બનેલ છે. તેમાં 14 લીટર ની બુટ સ્પેસ, LED સ્ક્રીન અને ટેલ લેમ્પ પણ ઉપલબ્ધ છે.
તેલંગાણા માં નિર્માણ પામશે
કંપની ના સ્થાપક વંશીજી કૃષ્ણા એ જણાવ્યું હતું કે, અમે અમારા R&D નિષ્ણાંતોની મદદથી ભારતીય રસ્તાઓ અને રાઇડર્સ ને ધ્યાન માં રાખી ને આ ઇલેક્ટ્રિક બાઈક ડિઝાઇન કરી છે. આ એક ટકાવ ઇલેક્ટ્રિક બાઈક છે. નવી AtumVader ઇલેક્ટ્રિક બાઇક તેલંગાણામાં કંપનીની Patancheru ફેસિલિટી ખાતે બનાવવામાં આવશે. કંપની નો દાવો છે કે આ સુવિધા દર વર્ષે 3,00,000 ઇલેક્ટ્રિક બાઈક ની મહત્તમ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પ્રથમ બાઈક નથી. કંપની OCT 2020 માં Atom 1.0 લોન્ચ કરેલ હતું. આ બ્રાન્ડ અતિયાર સુધી માં બાઈક ના કુલ 1000 યુનિટ વહેંચવામાં સફળ રહી છે. Atom 1.0 ધીમી ચાલતી બાઈક હતી જયારે લોન્ચ થઇ રહેલ નવી બાઈક હાઈ સ્પીડ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર