10માં ધોરણના વિદ્યાર્થીની જોઈ આ કમાલ, તમે પણ બોલશો વાહ!

વિદ્યાર્થીનો દાવો છે કે, આ સેના માટે ખુબ કામ આવી શકે તેમ છે....

વિદ્યાર્થીનો દાવો છે કે, આ સેના માટે ખુબ કામ આવી શકે તેમ છે....

  • Share this:
    કેરળના અલપ્પુઝામાં 10માં ધોરણના વિદ્યાર્થીએ એક એવી કમાલ કરી કે તેને જોઈ લોકો તેના વખાણ કરતા થાકતા નથી. કનિચુકુલંગરા હાઈસ્કુલમાં ભણતો વિદ્યાર્થી નીવીએ 6 પાંખોવાળો ડ્રોન બનાવ્યો છે, જેને તે હેલિકોપ્ટર કહે છે. આ ડ્રોનને નિવી, રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરે છે. આ ડ્રોન આકાશમાં કેટલીએ મીટર સુધી ઉડાન ભરી શકે છે. આ સાથે નીવીએ એક રોવર પણ બનાવ્યું છે, જેમાં ચાર પૈડા લાગેલા છે.

    નિવીએ સ્કુલના સાયન્સ ફેસ્ટ માટે ડ્રોન અને રોવર બનાવ્યું છે, ત્યારબાદ તેની આ કમાલ વિસ્તારમાં ચર્ચાનો વિ।ય બની. નિવિએ આ ડ્રોનને એકદમ ઓછી કિંમતમાં બનાવ્યું છે. આને બનાવવા માટે તેણે કેટલાક પુસ્તકોને જોયા અને પછી પોતાના મગજથી એને ડિઝાઈન કર્યું. પોતાના રોવરનો દાવો છે કે, આ સેના માટે ખુબ કામ આવી શકે તેમ છે.

    પોતાના રોવર વિશે નિવી કહે છે કે, આ રોવરમાં મેટલ ડિટેક્ટર લગાવવામાં આવી શકે છે. મેટલ ડિરેક્ટરની મદદથી સેના, જમીનમાં દબાવેલ માઈન્સને સરળતાથી ઓળખી શકે છે. આ સેનાને ખુબ કામ આવી શકે તેમ છે. અને આને મોબાઈલ ફોનથી કંટ્રોલ કરી શકાય છે.

    નિવીને શરૂઆતથી જ ટેક્નોલોજીમાં ઘણો રસ છે અને તે કઈંકને કઈંક ડિઝાઈન કરતો રહે છે. નિવીની આ આદતથી તેના માતા-પિતા ઘણીવાર પરેશાન રહેતા હતા, પરંતુ દીકરાની આ સફળતા બાદ તે ઘણા ખુશ છે.
    Published by:kiran mehta
    First published: