Home /News /tech /

લોકોએ શોધી કાઢ્યું iPhoneનું 'છૂપું' ફિચર, ટ્વિટર પર જોરશોરથી ચર્ચા

લોકોએ શોધી કાઢ્યું iPhoneનું 'છૂપું' ફિચર, ટ્વિટર પર જોરશોરથી ચર્ચા

આઈફોનના ફિચરનો સ્ક્રિનશોટ

આ અંગે @krissys_kitchen નામની એક ટ્વિટર યુઝરે ટ્વિટ કર્યા બાદ અનેક લોકોએ આ ફિચર્સ વિશે માહિતી ન હોવાનો સ્વીકાર કરીને ટ્વિટ્સ કર્યા છે.

    નવી દિલ્હીઃ ટૅક કંપનીઓ પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર્સની સગવડતા માટે વિવિધ સુવિધામાં ઉમેરો કરતી રહે છે. લોકો જે-તે કંપનીના ડિવાઇસનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે કંપનીઓ અવનવા ફિચર્સ તેમાં ઉમેરતી રહી છે. એપલ અને એન્ડ્રાઇડ પોતાના નવા ફિચર્સ વિશે લોકોને માહિતી મળે તે માટે જાહેરાતો કરતી હોય છે. પરંતુ ક્યારેક યુઝર્સ પોતાના ફોન કે ડિવાઇસમાં એવા ફિચર્સ શોધી કાઢે છે જેની માહિતી તેમને પહેલા હોતી નથી. આ સમયે તેમને આશ્ચર્ય થાય છે.

    આઇફોનનું આવું જ એક ફિચર આજકાલ ટ્વિટર પર ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે @krissys_kitchen નામની એક ટ્વિટર યુઝરે ટ્વિટ કર્યા બાદ અનેક લોકોએ આ ફિચર્સ વિશે માહિતી ન હોવાનો સ્વીકાર કરીને ટ્વિટ્સ કર્યા છે.

    @krissys_kitchenએ ટ્વિટ કરીને લખ્યું કે, "તમે તમારા આઇફોનમાં સ્પેસનું બટન થોડીવાર દબાવી રાખશો તો તમે સરળથાથી કર્સરને ઉપર નીચે કરી શકશો. કર્સરને ખસેડવા માટે તમારે તમારી આંગળીથી સ્ક્રિનમાં આગળ પાછળ ક્લિક કરવાની જરૂર નહીં રહે. મિત્રો તમે મને આ વાત કેમ ન કરી? હું છેતરાયાની લાગણી અનુભવી રહી છું."

    આ ટ્વિટ બાદ અનેક લોકોએ ટ્વિટર પર @krissys_kitchenનો આભાર માન્યો હતો. અનેક યુઝર્સના મતે તેમને આ ફિચર અંગે પહેલા કોઈ જાણકારી ન હતી.

    How come you guys never told me this iPhone trick? I feel duped. pic.twitter.com/2RfRhI4Y1X

    આ ફિચર એક્ટિવેટ કરવા શું કરવું?

    1) કિબોર્ડ પર લાંબા સમય સુધી પ્રેસ કરી રાખો.
    2) કિબોર્ડ પર દેખાતી કી અદ્રશ્ય થઈ ગયા બાદ તમારી આંગળી વડે ઉપર નીચે કે જમણે-ડાબે સ્વાઇપ કરો.
    3) ટેક્સ્ટને સિલેક્ટ કે પછી હાઇલાઇટ કરવા માટે આંગળીને થોડા વધારે જોરથી દબાવો.

    ટ્વિટર પર આ ફિચર્સ અંગે ચર્ચા થવાનું એક કારણ એપલે તાજેતરમાં આઈઓએસ 12 સોફ્ટવેર અપડેટ કર્યું હોવાનું પણ હોઈ શકે છે. આ અપડેટમાં એપલે થ્રીડી ટચ ટેક્નોલોજી યુઝ કરી છે. નોન-થ્રીડી ટેક્નોલોજી વાળા ફોનમાં પણ સ્પેસબારને વધારે સમય સુધી દબાવી રાખીને આ ઓપ્શન યુઝ કરી શકાય છે. આ ટ્રેક પેડ સૌપ્રથમ આઈઓએસ 9માં લોંચ કરવામાં આવ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Android, Apple, IPhone, Mobile phone, Smart phone, ગૂગલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन