ટ્રાયલ રુમ કે હોટલમાં હિડન કેમેરા તો નથી ને, આ Appથી કરો ચેક

News18 Gujarati
Updated: January 10, 2019, 12:54 PM IST
ટ્રાયલ રુમ કે હોટલમાં હિડન કેમેરા તો નથી ને, આ Appથી કરો ચેક
જાણો, કઇ જગ્યાઓ પર છુપાયેલા હોય છે કેમેરા

ઘણી વખત મોલના ટ્રાયલ રૂમમાં અથવા કોઇ હોટલના રૂમમાં એ ડર લાગે છે કે ક્યાંક હિડન કેમેરો તો નથી ને, એવી ઘણી એપ છે જે તમને કેમેરાના ડરથી મદદ કરશે.

  • Share this:
અનેક વાર મોલના ટ્રાયલ રૂમમાં અથવા કોઇ હોટલના રૂમમાં એ ડર લાગે છે કે ક્યાંક હિડન કેમેરો તો નથી ને, તો આની મદદથી પકડી શકો છો. એવી ઘણી એપ છે જે તમને કેમેરાના ડરથી મદદ કરશે. આવી એક એપ્લિકેશન હિડન કૅમેરા ડીટેક્ટર જે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે અને તે આઇઓએસ અને એન્ડ્રોઇડ એમ બંનેમાં સ્પોર્ટ કરે છે. Google Play store પર પ્રદાન કરેલી માહિતી અનુસાર, આ એપ્લિકેશન એવા ફોન્સમાં કામ કરે છે જેમાં ચુંબકીય સેન્સર્સ હોય છે.

કેવી રીતે કરશો ચેક

એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, તમારા ફોનને એવા ઉપકરણની નજીક લઇ જાઓ જેના પર તમને શંકા છે. જેમ કે ફુવારો, ફૂલાવર પોર્ટ, ચેન્જિંગ રુમનો મિરર, આ એપ્લિકેશન, ઉપકરણની આસપાસ ચુંબકીય પ્રવૃત્તિનું વિશ્લેષણ કરીને શોધી શકે છે, જો કેમેરા હશે તો બીપનો અવાજ આવશે. ત્યારબાદ તમે તે ડિવાઇસને શોધી શકશો.

ક્યારેક એવું પણ થઇ શકે છે કે આ એપ્લિકેશન્સ એવી જગ્યાઓ પર બીપ કરે કે જ્યાં કેમેરો છુપાયેલ નથી. આ માટે કેટલાક ટેકનીકી કારણો છે. જ્યા એપ બીપ કરે તે ડિવાઇસમાં સાવધાનીથી તપાસ કરો. જો તમને લેન્સ દેખાતી નથી, તો તમે સલામત છો.કઇ કઇ  જગ્યાઓ પર છુપાયેલા હોય છે કેમેરા?1. એર ફિલ્ટર
2. પુસ્તકો
3.સ્મોક ડિટેક્ટર
4. ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ
5. સ્ટફ્ડ ટેડી બિયર
6. ડીવીડી કેસ
7. સોફાના કુશન, ટેબલ ટોપ અને અલમારીઓ
8. દરવાજાના હોલમાં
9. રૂમની છત
First published: January 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading