13 મેના રોજ Hero લોન્ચ કરશે 2 નવા સ્કૂટર, જુઓ નવો લૂક

News18 Gujarati
Updated: May 12, 2019, 2:46 PM IST
13 મેના રોજ Hero લોન્ચ કરશે 2 નવા સ્કૂટર, જુઓ નવો લૂક
દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર્સ બનાવનાર કંપની હીરો મોટોકોર્પ સ્કૂટરના બે નવા મોડલ લોન્ચ કરશે.

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર્સ બનાવનાર કંપની હીરો મોટોકોર્પ સ્કૂટરના બે નવા મોડલ લોન્ચ કરશે.

  • Share this:
દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર્સ બનાવનાર કંપની હીરો મોટોકોર્પ સ્કૂટરના બે નવા મોડલ લોન્ચ કરશે. મીડિયા અહેવાલો અનુસાર, Maestro Edge 125 અને Pleasure ને વધુ પાવર અને સ્ટેપની સાથે લોન્ચ થવાની સંભાવના છે. આ મહિનાની શરૂઆતમાં XPulse 200, XPulse 200T અને Xtreme 200S200 ટી અને એક્સ્ટ્રીમ 200 એસ નામથી 200સીસીની મોટરબાઇક લોન્ચ કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે નવા મોડલો નવી ટેકનોલોજી અને સ્ટાઇલ સાથે હશે.

જાણીએ કે શું છે વિશિષ્ટ

મીડિયા અહેવાલો અનુસાર, આ બન્ને સ્કૂટરને ફ્યૂલ એફિશિએન્ટ બનાવવામાં આવ્યું છે. તેમા આઇ 2 એસ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આમા 5 સેકન્ડ એન્જિન આદર્શ અવસ્થામાં પહોંચવા પર પોતે જ બંધ થઇ જશે અને આ ત્યારે ચાલશે જ્યારે બ્રેકનું લીવર દબાવવામાં આવશે, સાથે જ એલઇડી હેડલેમ્પસ, ડિજીટલ એનાલોગ સાધન ક્લસ્ટર હશે.

આ પણ વાંચો: અડધી કિંમતમાં ખરીદો નવું સ્કૂટર, આ કંપનીએ લોન્ચ કરી નવી સ્કીમનવા મોડલ લીક તસવીરો - હીરોઝ પ્લેઝરના નવા ડિઝાઇનના મોડેલમાં બદલાવ થયો છે. મીડિયા અહેવાલોમાં તસવીરો લીક થઈ ગઇ છે.એવી અટકળો છે કે આ મોડેલમાં 110 સીસી એન્જિન હશે. અત્યારના મોડેલમાં મોડેલ 102 સીસી એન્જિન લાગેલુ છે.

Maestro Edge 125 - હીરોનું નવું સ્કૂટર માસ્ટ્રો એજ 125 પહેલી વખત ઓટો એક્સપો 2018માં રજૂ થયું હતુ, આ પહેલા સ્ટાઇલ તેના 100 સીસી મોડલ જેવી જ છે. તેમા પાવર માટે ડેસ્ટિીની 125ની જેમ 125 સીસીનું એન્જિન લાગેલુ છે. આ એન્જિન 10. 2એનએમ ટોર્ક બનાવે છે.
First published: May 12, 2019, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading