Home /News /tech /Top selling bike in india: હીરો સ્પ્લેન્ડરની બોલબાલા! બઘાને પાછળ છોડી બની ભારતની નંબર 1 બાઇક
Top selling bike in india: હીરો સ્પ્લેન્ડરની બોલબાલા! બઘાને પાછળ છોડી બની ભારતની નંબર 1 બાઇક
હીરો સ્પ્લેન્ડર પ્લસ દર મહિને 2-4 લાખ યુનિટ્સનું વેચાણ કરે છે
Top 10 selling bike in india: ગયા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 બાઈક (Most selling bike)માં નંબર વન પર હીરો સ્પ્લેન્ડર (Hero Splendor)નો કબજો હતો, ગયા મહિને કુલ 2,70,923 યુનિટ્સ વેચાયા હતા.
હીરો મોટોકોર્પ (Hero Motocorp) ભારતની સૌથી મોટી ટુ વ્હીલર કંપની છે. ભારત વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાંનું એક છે અને હીરો સ્પ્લેન્ડર (Hero Splendor) અહીંની સૌથી લોકપ્રિય બાઇક્સમાંની એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે હીરો સ્પ્લેન્ડર પ્લસ દર મહિને 2-4 લાખ યુનિટ્સનું વેચાણ કરે છે અને આવા જ કેટલાક આંકડા ગયા મહિને સામે આવ્યા હતા એટલે કે જૂન 2022માં પણ આ બાઇક સૌથી (Most salling bike) વધુ વેચાઈ હતી. Honda CB Shine, Hero HF Deluxe, Bajaj Pulsar, Hero Glamour, Bajaj Platina અને Royal Enfield Classic 350 જેવી ખૂબ જ લોકપ્રિય બાઈકને હરાવીને વેચાણની બાબતમાં Hero Splendor એ તેનો નંબર 1 તાજ જાળવી રાખ્યો છે.
સ્પલેન્ડરનો જલવો યથાવત ગયા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 બાઈક વિશે વાત કરીએ તો, નંબર વન પર હીરો સ્પ્લેન્ડરનો કબજો હતો, ગયા મહિને કુલ 2,70,923 યુનિટ્સ વેચાયા હતા. હીરો સ્પ્લેન્ડરના વેચાણમાં 2.62 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પછી હોન્ડા સીબી શાઈન બીજા નંબરે હતી અને જૂન 2022માં શાઈનના કુલ 1,25,947 યુનિટ વેચાયા હતા.
હીરો એચએફ ડિલક્સે ગયા મહિને 1,13,155 યુનિટ્સ અને ચોથા ક્રમે આવેલી બજાજ પલ્સરે ગયા મહિને કુલ 83,723 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. હીરો ગ્લેમર ગયા મહિને બાઇકના વેચાણની દ્રષ્ટિએ પાંચમા નંબરે હતું અને જૂન 2022માં તેના કુલ 30,105 યુનિટ્સ વેચાયા હતા.
Royal Enfield Classic 350 નું વેચાણ વધ્યું જો આપણે ભારતમાં સૌથી વધુ વેચાતી મોટરસાઇકલની ટોચની 10 લિસ્ટ પર નજર કરીએ, તો બજાજ પ્લેટિના છઠ્ઠા નંબરે હતી અને આ લોકપ્રિય બજેટ બાઇક માટે કુલ 27,732 યુનિટ વેચાયા હતા. આ પછી, Royal Enfieldની પાવરફુલ બાઇક Classic 350 સાતમા નંબર પર હતી અને આ બાઇકના કુલ 25,425 યુનિટ્સ વેચાયા છે.
યામાહા એફઝેડ (Yamaha FZ) આ યાદીમાં 8મા ક્રમે છે અને ગયા મહિને કુલ 19,305 યુનિટ વેચાયા હતા. Hero Passion કુલ 18,560 એકમોના વેચાણ સાથે સૌથી વધુ વેચાતી બાઇકની ટોચની 10 યાદીમાં 9મું સ્થાન મેળવવામાં સફળ રહી. TVS અપાચે જૂન 2022માં કુલ 16,737 યુનિટ્સ વેચીને 10માં નંબરે હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર