Home /News /tech /Heroએ લોન્ચ કરી બ્લુટૂથ અને USB ચાર્જરવાળી નવી બાઇક, ઓછી કિંમતમાં મળશે અડ્વાન્સ ફીચર્સ!
Heroએ લોન્ચ કરી બ્લુટૂથ અને USB ચાર્જરવાળી નવી બાઇક, ઓછી કિંમતમાં મળશે અડ્વાન્સ ફીચર્સ!
સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે. (Hero Motocorp)
Hero Splendor+ XTEC Bike: નવી બાઇકમાં મળતી ટેક્નોલોજી અને ફીચર્સની વાત કરીએ તો તેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી, કૉલ અને એસએમએસ એલર્ટ, રિયલ-ટાઇમ માઇલેજ ઇન્ડીકેટર (RTMI), લો ફ્યુલ ઇન્ડિકેટર, LED હાઈ-ઇન્ટેન્સિટી પોઝિશન લેમ્પ, યુએસબી ચાર્જર, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ સાથે સંપૂર્ણ ડિજિટલ મીટર મળે છે.
નવી દિલ્હી. હીરો મોટોકોર્પે (Hero Motocorp)એ ગુરુવારે પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડરના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યું છે. નવા વેરિઅન્ટને સ્પ્લેન્ડર+ XTEC (Splendor+ XTEC) નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત 72,900 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરુ થાય છે. હીરો મોટોકોર્પનું કહેવું છે કે આ 100cc બાઇક ઘણી નવી ટેક્નોલોજી અને ફીચર્સ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે.
સ્પ્લેન્ડર+ XTECના ફીચર્સ છે આકર્ષક
નવી બાઇકમાં મળતી ટેક્નોલોજી અને ફીચર્સની વાત કરીએ તો તેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી, કૉલ અને એસએમએસ એલર્ટ, રિયલ-ટાઇમ માઇલેજ ઇન્ડીકેટર (RTMI), લો ફ્યુલ ઇન્ડિકેટર, LED હાઈ-ઇન્ટેન્સિટી પોઝિશન લેમ્પ, યુએસબી ચાર્જર, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ સાથે સંપૂર્ણ ડિજિટલ મીટર મળે છે. આ બાઇક પોપ્યુલર i3S ટેક્નોલોજી સાથે પણ આવે છે.
ડિઝાઈન મામલે હીરો સ્પ્લેન્ડર+ એક્સટીઈસી એલઈડી પોઝિશન લેમ્પ અને નવા ગ્રાફિક્સ સાથે આવે છે. જો કે, બાઇકની બાકી પ્રોફાઇલ વર્તમાન મોડલ જેવી જ છે. તે ચાર અલગ-અલગ કલર ઓપ્શન બીટા બ્લુ, કેનવાસ બ્લેક, ટોર્નેડો ગ્રે અને પર્લ વ્હાઇટમાં અવેલેબલ છે. સેફ્ટી માટે સાઇડ સ્ટેન્ડ વિઝ્યુઅલ ઇન્ડિકેશન અને સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ ઉપરાંત નવી સ્પ્લેન્ડર+ XTEC એક બેંક એન્ગલ સેન્સર સાથે આવે છે, જે પડતી વખતે એન્જિન બંધ કરી નાખે છે.
નવી હીરો સ્પ્લેન્ડર+XTEC માં 97.2 cc ના BS-VI કમ્પલેંટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 7,000 rpm પર 7.9 bhpનો મેક્સિમમ પાવર અને 6,000 rpm પર 8.05 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. નવી સ્પ્લેન્ડર તકનીકી રીતે એડવાન્સ ફીચર્સ અને સ્માર્ટ મોડર્ન ડિઝાઇન સાથે આવે છે. નવી બાઇકને XTEC ટેક્નોલોજી હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ ટેક્નોલોજીથી સજ્જ હીરો ગ્લેમર 125, પ્લેઝર + 110 અને ડેસ્ટિની 125ને લોન્ચ થયા બાદ ખૂબ જ સફળતા મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર