દિવસ દરમિયાન માત્ર 18.5 રૂપિયાના ખર્ચ પર સ્કૂટર ખરીદો. હીરો મોટોકોર્પ એક અનન્ય Buyback સ્કીમ લઇને આવી છે. આ સ્કીમમાં તમે થોડા વર્ષો પછી કંપનીને પાછુ સ્કૂટર વેચી શકશો. તમને એક્સ-શોરૂમની કિંમતથી 57 થી 65 ટકાની વચ્ચે મળશે. આ સ્કીમની વધુ માહિતી માટે નજીકના હિરો મોટોકોર્પ ડીલરશિપ સ્ટોરની મુલાકાત લઇ શકો છો.
ઉપયોગ પછી કંપનીને વેચી શકો સ્કૂટર
હીરો મોટોકોર્પ તેના ગ્રાહકો માટે રસપ્રદ બાયબેક યોજના લઇને આવી છે. આ સ્કીમ હેઠળ ગ્રાહક થોડા વર્ષ સ્કૂટરનો ઉપયોગ કર્યા પછી તે સ્કૂટર વેચી શકશે. નવા સ્કૂટરની ખરીદી સાથે કંપની CredR તરફથી ગ્રાહકોને એક બાયબેક પ્રમાણપત્ર પ્રદાન કરશે. આ સ્કીમ સ્કૂટર ખરીદ્યા પછી 6 મહિના બાદથી લઇને 5 વર્ષ સુધી લાગુ થશે. આ દરમિયાન ગ્રાહક તે કંપનીને પરત કરી શકે છે. કંપની તેના બદલે 57 થી 65 ટકા રકમ પરત કરશે.
જો તમે 50 હજારનું નવુ સ્કૂટર ખરીદો છો અને 3 વર્ષ પછી પાછુ કંપનીને વેચો છો તો 60 ટકાના હિસાબથી તમને 30 હજાર રૂપિયા સુધી પરત મળશે. જ્યારે સેકન્ડ હેંડ માર્કેટમાં તેની કિંમત 20-25 હજાર આસપાસ હશે.
પસંદ કરેલ મોડેલો પર લાગુ થશે સ્કીમ
જો કે હીરો મોટો આ સ્કીમને પસંદગી મોડેલમાં લાવશે. તેનો તમે લાભ લઇ શકો છો. જો તમે 50 હજારનું સ્કૂટર 3 વર્ષ બાદ કંપનીને પરત કરશો તો 30 હજાર રુપિયા પાછા મળશે, જો તમે કંપની પાસેથી બીજી વખત 50 હજારનું સ્કૂટર ખરીદો છો તો તમારે તેના માટે 20 હજાર રુપિયા આપવા પડશે. એટલે કે આ મુજબ ગ્રાહક પ્રતિ દિવસ 18.50 રુપિયા ખર્ચ કરીને ત્રણ વર્ષ સુધી સ્કૂટ ર ચલાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર