Heroએ ઓછી કિંમતમાં લોન્ચ કર્યું HF Deluxeનું BS-6 વર્ઝન, જાણો - કિંમત-ફિચર્સ

News18 Gujarati
Updated: January 19, 2020, 4:25 PM IST
Heroએ ઓછી કિંમતમાં લોન્ચ કર્યું HF Deluxeનું BS-6 વર્ઝન, જાણો - કિંમત-ફિચર્સ
હીરો HF Deluxe

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સ્પ્લેન્ડર આઈ સ્માર્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું,

  • Share this:
દેશની સૌથી મોટી બાઈક નિર્માતા કંપની હીરો મોટોકોર્પે મંગળવારે એન્ટ્રી લેબલની 100 સીસી બાઈક એચએફ ડીલક્સનું બીએસ-6 વર્ઝન લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની કિંમત 55,925 રૂપિયા છે. આ બાઈક બે વોરિએન્ટમાં આવે છે. સેલ્ફ સ્ટાર્ટ એલોય વ્હીલ વોરિએન્ટની કિંમત 55,925 રૂપિયા હશે જ્યારે સેલ્ફ સ્ટાર્ટ એલોય i3S વોરિએન્ટની દિલ્હીમાં એક્સ શો-રૂમ કિંમત 57,250 રૂપિયા હશે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, જાન્યુઆરી 2020થી આ બાઈક ઉપલબ્ધ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સ્પ્લેન્ડર આઈ સ્માર્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની સાથે હીરો મોટોકોર્પ પોતાના બીએસ-6 પોર્ટફોલિયોને વધારતું જઈ રહ્યું છે, અને પોતાના તમામ પોર્ટફોલિયોને બીએસ-6માં બદલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

નવી એચએફ ડીલક્સ બીએસ-6 એક્સ સેન્સ ટેક્નોલોજી સાથે ફ્યૂલ ઈનન્જેક્શનથી પાવર્ડ છે, જે કારણે તેની ફ્યૂલ એફિસિએન્સી ઘણી છે અને એપર્ટલેસ એક્સેલેરેશન મળે છે. નવું એચએફ ડીલક્સ ઈનહાઉસ ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. એન્જિનનું આઉટપુટ 8 હજાર આરપીએમ પર 7.94 બીએચપી હશે. આ બાઈકમાં 9 ટકા હાયર ફ્યૂલ એફિસિએન્સી હશે.
First published: January 19, 2020
વધુ વાંચો
अगली ख़बर