ભારતમાં લોન્ચ થઇ ઇલેક્ટ્રિક સાયકલ, એકવાર ચાર્જિંગથી ચાલશે 35KM

News18 Gujarati
Updated: January 10, 2019, 10:57 AM IST
ભારતમાં લોન્ચ થઇ ઇલેક્ટ્રિક સાયકલ, એકવાર ચાર્જિંગથી ચાલશે 35KM
હિરો મોટર્સ કંપનીએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક સાયકલ લેક્ટોરો ઇઝેફેર લોન્ચ કરી છે.

હિરો મોટર્સ કંપનીએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક સાયકલ લેક્ટોરો ઇઝેફેર લોન્ચ કરી છે.

  • Share this:
વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને, બજારમાં ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બસો, ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇલેક્ટ્રિક સાયકલ પણ લોન્ચ કરવામાં આવે છે. આ જ કિસ્સામાં હિરો મોટર્સ કંપનીએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક સાયકલ લેક્ટોરો ઇઝેફેર રજૂ કરી છે. કહેવા માટે તો આ સાયકલ છે, પરંતુ તેની મુસાફરી સ્કૂટરની જેમ છે કારણ કે તેમાં બેટરી સાથે સાથે પેડલ પણ આપવામાં આવ્યાં છે. આ સાયકલનું નિર્માણ હિરો ગ્લોબલ ડિઝાઇન સેન્ટર માન્ચેસ્ટરમાં કરવામાં આવ્યું છે.

Lectro EZephyrની ખાસિયત અને કિંમત

આમા 7 સ્પીડ ગિયર છે જે તમને ઊંચાઇ પર ચડવા માટે મદદ કરશે. આ સાયકલમાં વૉક મોડ પણ છે જેમાં સાયકલ દર કલાકે ફક્ત 6 કિલોમીટરની ઝડપે ચાલે છે. આવી સ્થિતિમાં, તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરતી વખતે પણ સાયકલ ચલાવી શકો છો. સાથે જ બેટરી ખત્મ થવા પર તમે તેને પેડલ્સની મદદથી ચલાવી શકો છો. આ સાયકલમાં એક ટ્યુબવાળુ વ્હીલ આપવામાં આવ્યું છે. તેમાં 36V / 250W બેટરી છે જે પેડલની બાજુમાં ફ્રેમની મધ્યમાં છે.આ સાયકલમાં એલઇડી લાઇટ પણ છે. આ ઉપરાંત તમને હેન્ડલ્સમાં એક ડિસ્પ્લે પણ મળે છે. તમને સાયકલ સાથે ચાર્જર પણ મળશે.

કંપનીના દાવા મુજબ, એકવાર ફૂલ ચાર્જિંગમાં 35 કિ.મી. સુધી ચાલશે, જ્યારે તેને સંપૂર્ણ ચાર્જ કરવામાં 3.4 કલાક લેશે. આ સાયકલની કિંમત 26,999 રૂપિયા છે. તે હિરો મોટર્સના ઓનલાઇન સ્ટોર્સ અને છૂટક વેચાણકારો પાસેથી ખરીદી શકાય છે.
First published: January 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading