ઑફર: આ વાહન માટે લાઇસન્સ કે રજીસ્ટ્રેશનની નથી જરૂર

ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હિકલ બ્રાન્ડ હીરો ઇલેક્ટ્રિકે તેની ઇલેક્ટ્રિક સ્કૂટર્સની લિથિયમ-ઑયન શ્રેણી પર મર્યાદિત સમયગાળાની તહેવારની ઑફરની જાહેરાત કરી છે.

News18 Gujarati
Updated: October 11, 2019, 12:28 PM IST
ઑફર: આ વાહન માટે લાઇસન્સ કે રજીસ્ટ્રેશનની નથી જરૂર
હીરો ઇલેક્ટ્રીક કોઇ પણ મુશ્કેલી વગરનું લો સ્પીડ ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણી પણ પ્રદાન કરે છે.
News18 Gujarati
Updated: October 11, 2019, 12:28 PM IST
ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હિકલ બ્રાન્ડ હીરો ઇલેક્ટ્રિકે તેની ઇલેક્ટ્રિક સ્કૂટર્સની લિથિયમ-ઑયન શ્રેણી પર મર્યાદિત સમયગાળાની તહેવારની ઑફરની જાહેરાત કરી છે.  જેમા નવું લૉન્ચ થયેલું ડેશ (dash electic scooter)સામેલ નથી. . આ મર્યાદિત ગાળાની તહેવારની ઑફર અંતર્ગત ગ્રાહકો દેશભરના તમામ હીરો ઇલેક્ટ્રિક ડીલરશીપ પર રૂ.3,000નું ફ્લેટ કૅશ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

મર્યાદિત સમયગાળાની આ ઉત્સવની ઑફર અમલમાં આવી ચુકી છે અને ગ્રાહકો તેમના મનપસંદ હીરો ઇલેક્ટ્રિક પ્રોડક્ટને ખરીદવા માટે દેશભરમાં 600થી વધુ ડીલરશીપમાં કોઇપણ જગ્યાએ જઈ શકે છે. આ ઉત્સવની ઑફર અમલમાં હોવાથી હીરો ઇલેક્ટ્રિક વાહનોની આખી લિથિયમ ઑયન શ્રેણી વધુ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. આ શ્રેણી ફ્લેશથી શરુ થઇને ફોટૉન એલપી સુધી શરૂ થાય છે.

ઑફર વિશે વધુ જાણવા નજીકના વેપારીની મુલાકાત લઇ શકો છો.આ પણ વાંચો: Amazon સેલમાં 79 રુપિયામાં ખરીદો રસોડાનો સામાન

ઉત્સવની ઑફર વિશે હીરો ઇલેક્ટ્રિકના વડા મનુ કુમારે જણાવ્યું હતું કે, હીરો ઇલેક્ટ્રિક ખાતે અમે હંમેશાં ખાતરી આપી છે કે અમે ખૂબ જ સસ્તા ભાવે ઇલેક્ટ્રિક ગતિશીલતા પ્રદાન કરીએ છીએ. હીરો ઇલેક્ટ્રિક માટે અમારા ગ્રાહકોના જીવન અને ઉજવણીનો ભાગ બનવાનો આ એક આકર્ષક સમય છે. આ ઉત્સવની સિઝનમાં, અમે ફરી એકવાર અમારા ગ્રાહકોને ખૂબ જ આકર્ષક ભાવે હીરો ઇલેક્ટ્રિક વાહનોની સંપૂર્ણ શ્રેણી આપી રહ્યા છીએ.
Loading...

હીરો ઇલેક્ટ્રીક કોઇ પણ મુશ્કેલી વગરનું લો સ્પીડ ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણી પણ પ્રદાન કરે છે જેને ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વાહન નોંધણીની જરૂર નથી. આ મૉડેલો કિશોરથી લઇને રિટાયર્ડ લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

આ પણ વાંચો: દિવાળી ઑફર, આ કાર પર મળી રહ્યો છે 4 લાખનો ફાયદો

હીરો ઇલેક્ટ્રિક દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની કંપની છે અને ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ ખસેડવાનો પ્રયત્ન કરે છે. જેમ જેમ તહેવારની મોસમ નજીક આવી રહી છે, હીરો ઇલેક્ટ્રિક ભારતીય ગ્રાહકોને પર્યાવરણ અને પ્રદુષણ મુક્ત ઉત્સવની સિઝનમાં સફળ થવા માટે પ્રોત્સાહિત કરે છે.
First published: October 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...