Home /News /tech /Google Map પર જુઓ તે ટેરરિસ્ટ કેમ્પ જેને ભારતીય વાયુસેનાએ કર્યા નષ્ટ

Google Map પર જુઓ તે ટેરરિસ્ટ કેમ્પ જેને ભારતીય વાયુસેનાએ કર્યા નષ્ટ

ભારતીય વાયુસેનાએ જે જગ્યાએ હુમલો કર્યો છે તે જગ્યા તમે પણ ગુગલ મેપમાં જોઇ શકો છો

ભારતીય વાયુસેનાના 12 મિરાઝ-2000 લડાકુ વિમાનોએ મંગળવારે નિયંત્રણ રેખા (LoC) પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટેરર કેમ્પ્સ નષ્ટ કરી દીધા

ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય વાયુસેનાના 12 મિરાઝ-2000 લડાકુ વિમાનોએ મંગળવારે નિયંત્રણ રેખા (LoC) પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટેરર કેમ્પ્સ નષ્ટ કરી દીધા. કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાના લગબગ બે સપ્તાહ બાદ વાયુસેના દ્વારા કરવામાં આવેલા આ હુમલાને સર્જિકલ સ્ટ્રાઇક-2 નામ આપવામાં આવી રહ્યું છે.

આતંકી કેપ્સ પર ભારતીય વાયુસેનાના હુમલાને લઇને વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, આ હુમલામાં જૈશના કેટલાય આતંકી, ટ્રેનર્સ અને સીનિયર કમાન્ડર માર્યા ગયા છે. આ કેમ્પને મસુદ અઝહરનો સાળો યુસુફ અઝહર ચલાવી રહ્યો હતો.

ભારતીય વાયુસેનાએ જે જગ્યાએ હુમલો કર્યો છે તે જગ્યા તમે પણ ગુગલ મેપમાં જોઇ શકો છો. આ જગ્યા પાકિસ્તાન અધિકૃત કશ્મીર (PoK)માં છે.

આવી રીતે જોઇ શકો છો લોકેશન

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા iPhoneનો ઉપયોગ કરી રહ્યાં છો તો Google map એપને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ઉપરાંત તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર પર બ્રાઉઝર ઓપન કરી બાલાકોટ સર્ચ કરો. જેમાં તમે બાલાકોટની જુદી-જુદી જગ્યા દેખાશે. જેમાં એક મધ્યપ્રદેશ અને એક ઉત્તરાખંડની હશે. ઉપરાંત એક બાલાકોટ કાશ્મીરમાં પણ દેખાશે. તમે આ બધા બાલાકોટ જોઇને કન્ફ્યુઝ ન થતાં કે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં કયું બાલાકોટ છે. જોકે, અમે PoK સ્થિત બાલાકોટ અને શ્રીનગરનું અંતર જાણવાનો પ્રયાસ કર્યો તો ગુગલ મેપ રોકાઇ ગયું.


બાલાકોટ પાકિસ્તાનના ખેબર-પખ્તુનખ્વા પ્રાંતમાં માનસેહરા જિલ્લાનો એક શહેર છે. અહીં જૈશ-એ-મોહમ્મદનો એક જૂનો ટ્રેનિંગ કેમ્પ છે. જેનું ભારત અને વિદેશોમાં થયેલા કેટલાય આતંકી હુમલામાં નામ આવ્યું છે. આ જગ્યાએ ઘણી ઓછી સુવિદ્યાઓ છે. લોકોનું માનવું છે કે, તે એક ટિન શેડવાળું, નાની મસ્જિદ અને કેટલાય બંકર જેવા ઘર છે.

 આ પહેલાની રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ અને ચકોટીમાં પણ એક ટેરરિસ્ટ કેમ્પ નષ્ટ કર્યા છે. ગુગલ મેપ અનુસાર મુઝફ્ફરાબાદ બાલાકોટથી 40 કિલોમીટર દૂર છે અને ચકોટી મુઝફ્ફરાબાદથી 57 કિલોમીટર દૂર છે.
First published:

Tags: Google maps, Mirage 2000, Spot, તબાહી, ભારતીય વાયુસેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો