Home /News /tech /

ફોન ખરીદતા પહેલા તપાસો તેની જરુરી વેલિડિટી, જાણો રીત

ફોન ખરીદતા પહેલા તપાસો તેની જરુરી વેલિડિટી, જાણો રીત

તમે ત્રણ રીતે મોબાઇલની માન્યતા તપાસી શકો છો.

કોઈપણ ફોન ખરીદતા પહેલા તમે તેની માન્યતા તપાસી શકો છો, નવા અથવા જૂના બંને ફોન ખરીદવાના કિસ્સામાં માન્યતા તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  કોઈપણ ફોન ખરીદતા પહેલા તમે તેની માન્યતા ચકાસી શકો છો. નવા અથવા જૂના બંને ફોન ખરીદવાના કિસ્સામાં માન્યતા તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમને જણાવે છે કે તમે સાચો ફોન ખરીદી રહ્યા છો. જો મોબાઇલની વેલિડિટીનું સ્ટેટસ બ્લૅક લિસ્ટેડ, ડુપ્લિકેટ અથવા પહેલાથી ઉપયોગમાં એવું બતાવે તો આવા ફોનને ખરીદશો નહીં. તમે Know Your Mobile (KYM) દ્વારા ફોન ખરીદતા પહેલા ફોનની માન્યતા ચકાસી શકો છો. કોઈપણ ફોનની માન્યતા ચકાસવા માટે તમારે IMEIની જરૂર પડે છે. IMEI એ 15 અંકનો નંબર છે.

  મોબાઇલના પેકિંગ બૉક્સ પર આઇએમઇઆઈ નંબર લખેલો હોય છે. આ સિવાય મોબાઇલ બિલ પર પણ લખેલો હોય છે. જો તમે જૂનો ફોન ખરીદતા હોય અથવા તમારા હાલના ફોનની માન્યતા જાણવા માંગતા હોય તો તમારે તમારા ફોન પરથી * # 06 # ડાયલ કરવો પડશે. તમે આ નંબરને મોબાઇલથી ડાયલ કરશો તો આઇએમઇઆઇ નંબર ફોનની સ્ક્રીન પર દેખાશે. તમે  ત્રણ રીતે મોબાઇલની માન્યતા તપાસી શકો છો.

  1. SMS દ્વારા

  એસએમએસ દ્વારા માન્યતા જાણવા માટે તમારે તમારા ફોન પરથી KYM <15 અંકનો IMEI નંબર> ટાઇપ કરવો પડશે. ત્યારબાદ આ મેસેજને 14422 પર મોકલવો પડશે. ત્યારબાદ તમને મોબાઇલની માન્યતા સંબંધિત મેસેજ મળશે.  2. KYM એપ્લિકેશનની મદદથી

  તમે કેવાયએમ એપ્લિકેશન દ્વારા તમારા મોબાઇલ ફોનની માન્યતા પણ જાણી શકો છો. કેવાયએમ એપ્લિકેશન ઍન્ડ્રોઇડ યૂઝરો માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ યૂઝર્સ માટે એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.  3. વેબ પોર્ટલ દ્વારા

  તમે વેબ પોર્ટલ દ્વારા તમારા મોબાઇલની માન્યતા પણ ચકાસી શકો છો (www.ceir.gov.in/Divice/CeirIMEIVerifications.jsp). પહેલા તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. મોબાઇલ નંબર દાખલ કર્યા પછી ગેટ ઓટીપી પર ક્લિક કરો પછી તમારા ફોન પર ઓટીપી આવશે. વેબસાઇટ પર ઓટીપી મૂક્યા પછી તમારે આઇએમઇઆઈ નંબર દાખલ કરવો પડશે અને આમ કરીને તમે તમારા ફોનની માન્યતા ચકાસી શકશો.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Mobile phone, સ્માર્ટફોન

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन