Home /News /tech /

પાણીમાં પડેલો તમારો ફોન સરખો થઇ જશે, પરંતુ ભુલથી પણ ન કરતા ‘આવું’ કામ

પાણીમાં પડેલો તમારો ફોન સરખો થઇ જશે, પરંતુ ભુલથી પણ ન કરતા ‘આવું’ કામ

એક સરળ ટ્રિક્સથી તમે પાણીમાં પડેલા તમારા ફોનને એક પણ પૈસો ખર્ચ્યા વગર સરખો કરી શકો છો.

એક સરળ ટ્રિક્સથી તમે પાણીમાં પડેલા તમારા ફોનને એક પણ પૈસો ખર્ચ્યા વગર સરખો કરી શકો છો.

    મોબાઇલ ફોનને હંમેશા સાથે રાખવું હવે અમારી જરૂરિયાત બની ગઇ છે. આવી સ્થિતિમાં ક્યારેક મોબાઇલ હાથમાંથી છૂટી જાય છે અને ક્યારેક પાણીમાં પણ પડી જાય છે. ઘણીવાર વરસાદમાં પણ પલરી જાય છે. જોકે, કેટલીક કંપનીઓએ વોટરપ્રૂફ હેન્ડસેટ બનાવ્યા છે પરંતુ આવા ફોનની કિંમતો આપણા બજેટ બહાર હોય છે. એક સરળ ટ્રિક્સથી તમે પાણીમાં પડેલા તમારા ફોનને એક પણ પૈસો ખર્ચ્યા વગર સરખો કરી શકો છો. મોબાઇલ ફોન પાણીમાં પડ્યા પછી કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું ચાલો જાણીએ..

    • મોબાઇલ ફોન પાણીમાં પડે કે તરત જ બહાર કાઢી લો. જેટલો સમય મોબાઇલ પાણીમાં પડેલો રહેશે એટલા જ વધારે પાર્ટ્સ ખરાબ થવાની શક્યતા રહેલી છે. પાણીમાં વધારે સમય રહેવાથી મોબાઇલમાં શોર્ટ સર્કિટ પણ થઇ શકે છે.

    • મોબાઇલને ચાલું કરતા પહેલા તેને ઝલદી કોરો કરીને તેની બેટરી બહાર કાઢી દો. હવે મુલાયમ કપડાથી અંદરના ભાગથી પણ કોરો કરી દો.

    • મોબાઇલમાંથી સિમ કાર્ડ પણ બહાર કાઢી દો. જ્યાં સુધી મોબાઇલ અંદરથી કોરો ન થઇ જાય ત્યાં સુધી સિમ કાર્ડ ન નાખો.

    • મોબાઇલને કોઇ બીજા ગેજેટ્સ સાથે કનેક્ટ કરી રાખ્યો હોય તો તેને પણ દૂર કરી દો.

    • જો સ્ક્રીન ગાર્ડ લગાવેલું હોય તો એ પણ કાઢી નાખો.

    • ફોનને સુકાવવા માટે હેયર ડ્રાયરનો ઉપયોગ ભુલથી પણ ન કરતા. હેયર ડ્રાયર ગરમ હવા ફેંકે છે જેનાથી અંદરના પાર્ટ્સ પિગળવાની શક્યાત રહેલી છે.

    • જ્યારે બધા પાર્ટસ લુછાઇ જાય તો થોડા સમય પછી ફોનને તડકામાં રાખો. એટલા માટે કે ફોનમાં ક્યાંક થોડું પાણી હોય તો એ પણ નીકળી જાય.

    • 24 કલાક સુધી ફોનમાં બેટર ન લગાવો. જ્યારે તેમને લાગે કે ફોનની અંદરના બધા પાર્ટ્સ સુકાઇ ગયા છે ત્યારે બેટરી લગાવો. બેટલી લગાવતા પહેલા એને ચાર્જ જરૂર કરી લો.


    આમ છતાં પણ જો તમારો ફોન ચાલુ ન થાય તો ફોનને સર્વિસ સેન્ટર લઇ જાઓ. ફોનને પાણીમાં પડવાની વાત સર્વિસ સેન્ટરથી ન છુપાવતા. નહીં તો તેને ફોન સરખો કરવામાં તકલિફ પડશે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Mobile phone

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन