Home /News /tech /

એક નજરમાં જ પસંદ આવશે Tata Harrier કારનો આક્રમક અંદાજ

એક નજરમાં જ પસંદ આવશે Tata Harrier કારનો આક્રમક અંદાજ

ઓફ રોડ અવતારની આ હૈરિયર જોવામાં ખૂબ જ આકર્ષક છે.

ઓફ રોડ અવતારની આ હૈરિયર જોવામાં ખૂબ જ આકર્ષક છે.

    ટાટા મોટર્સે તાજેતરમાં ભારતમાં તેની ખૂબ અપેક્ષિત હૈરિયર એસયુવીને રજૂ કરી છે. જેને સૌથી પહેલા ઓટો એક્સ્પો 2018માં H5X તરીકે ઉતારી હતી. અત્યારે તમે જોઇ શકો છો કે ટાટા હૈરિયરનો આ ઓફ રોડ અવતાર જેને SRK ડિઝાઇન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    આ કારની નવી પેઢી Optimal Modular Efficient Global Advanced’ Architecture પર આધારિત છે. ટાટા હૈરિયરને ઓમેગા આર્ક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. જે લેન્ડ રોવર ડી8 પ્લેટફોર્મ દ્વારા પ્રેરિત છે .વાહન સાથે લેન્ડ રોવરનું નામ જોડાવવાનું કારણ લોકો વાહનથી સારી ઓફ-રાઇડિંગની કલ્પની કરે છે.

    આ પણ વાંચો: આ વાયરસ Email Id,પાસવર્ડ હેક કરી ચોરી શકે છે, તમારા ક્રેડિટ કાર્ડની માહિતી

    એક નજરમાં જુઓ ટાટા હૈરિયરનો આ અંદાજ


    ઓફ રોડ અવતારની આ હૈરિયર જોવામાં ખૂબ જ આકર્ષક છે. કારને એક મોટુ બૈલ બાર અને મોટુ સ્કિડ તેના ફ્રન્ટ સાથે બોલ્ડ બનાવે છે. આ ઉપરાંચ બમ્પર નીચે કારમાં ફરીથી ડિઝાઇન કરવામાં આવેલી એર ઇનલેટ ગ્રિલ મળે છે. ડિઝાઇનરે તેના ટોપ પર રુફટોપ કેરિયર અને સહાયક લેમ્પ પણ આપ્યો છે. જે એસયૂવીને અલગ બનાવે છે.

    મોડિફાઇડ કરેલી એસયુવી ટાટા હેરિયર બ્લેક કલર અને ગ્રીન કલરના ગ્રાફિક્સને જોડે છે. તેના ગ્રાફિક્સ તેના એક રાક્ષસ ટ્રક જેવા દેખાય છે. ડિઝાઇનરે તેની સામેથી ટાટા મોટર્સનો લોગો હટાવી દીધો છે. આને બદલે તેના ફ્રન્ટમાં ટાટનો લોગો લગાવ્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Auto, Car showroom, Tata harrier, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन