Home /News /tech /

લાખોમાં નહીં ફક્ત 4 થી 9 હજારમાં લાવો નવો iPhone, આવી છે પ્રોસેસ

લાખોમાં નહીં ફક્ત 4 થી 9 હજારમાં લાવો નવો iPhone, આવી છે પ્રોસેસ

લાખોમાં નહીં ફક્ત 4 થી 9 હજારમા લાવો નવો iPhone

એપલે બુધવારે પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં ત્રણ નવા ફોન iPhone XR, Xs અને Xs Max લોન્ચ કર્યા છે. તેની શરૂઆતની કિંમત ક્રમશ 749 ડોલર (76,900 રૂપિયા), 999 ડોલર (99,900 રૂપિયા) અને 1099 ડોલર (1,09,000 રૂપિયા)

  એપલે બુધવારે પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં ત્રણ નવા ફોન iPhone XR, Xs અને Xs Max લોન્ચ કર્યા છે. તેની શરૂઆતની કિંમત ક્રમશ 749 ડોલર (76,900 રૂપિયા), 999 ડોલર (99,900 રૂપિયા) અને 1099 ડોલર (1,09,000 રૂપિયા) છે. કેટલાક લોકો માટે એપલના નવા ફોનની કિંમત ઘણી ઓછી હોઈ શકે છે. જ્યારે ઘણા લોકો એવા છે જેમના માટે આ ફોનની કિંમત ઘણી વધારે છે.

  જો તમને પણ મોંઘા અને સ્ટાઇલિસ્ટ ફોન ઉપયોગ કરવાનો શોખ છે તો તમે પણ આ ફોનને ખરીદી શકો છો. જોકે આ માટે તમારે પોતાનું ખિસ્સુ વધારે ઢીલું કરવું પડશે પણ અમે તમને એક એવી રીત બતાવી રહ્યા છીએ જેનાથી તમે આસાનીથી ઓછા પૈસામાં મોંઘા ફોનનો ઉપયોગ કરી શકશો.

  રેટિંગ પ્લેટફોર્મ Rentomojo નામની એક વેબસાઇટ મોંઘા ફોન ભાડેથી આપે છે અને માટે કંપનીએ એપલ, ગુગલ અને સેમસંગ જેવી કંપનીનીઓ સાથે સમજુતી કરી છે જેનાથી તમે કોઈપણ ફોનને ભાડે લઈને ઉપયોગ કરી શકો છો.

  આ મોબાઈલનું ભાડુ 2099થી લઈને 9299 રૂપિયા સુધી છે. જે તમારા દ્વારા પસંદ કરાયેલ મોડલ પર નિર્ભર કરે છે. આ સિવાય તમને 6, 12, 18 અને 24 મહિનાના સમયગાળામાં ફોન ખરીદવાનો વિકલ્પ મળશે.

  કેટલો રહેશે ચાર્જ
  જો તમે ફોનને લાંબા સમય સુધી ભાડે લો છો તો Rentomojo તરફથી વધારે ફાયદો થશે. જેમ તે 24 મહિના માટે iPhone Xનું માસિક ભાડુ 4299 રૂપિયા છે. જો તમે 6 મહિના માટે ભાડે લો છો તો તમારે દર મહિને 9299 રૂપિયા આપવા પડશે. બે વર્ષ ભાડે રાખ્યા પછી જો તમે તેને રાખવા માંગો છો તો iPhone X માટે તમારે 15556 રૂપિયા આપવા પડશે.

  iPhone X માટે તમારે સૌથી વધારે ભાડુ આપવું પડશે. જ્યારે Google Pixel 2 ને 24 મહિના માટે ફક્ત 2099 રૂપિયા પ્રતિ મહિને આપીને મેળવી શકો છો. આ સિવાય તમે સેસસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી નોટ 8 ઉપર પણ ઓફર મેળવી શકો છો.

  શું થશે ફાયદો
  કોઈપણ ફોનને થોડા રૂપિયા આપીને ઉપયોગ કરી શકો છો. આ સિવાય એ પણ ફાયદો રહે છે કે તમે જ્યારે ઇચ્છો ત્યારે નવો ફોન ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે નવા નવા સોફ્ટવેર અપડેટ્સ પણ મેળવી શકો છો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Apple

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन