ફેસબુકે 2018ની છેલ્લા ત્રિમાસીકમાં 6.88 બિલિયન ડોલર એટલે 48 હજાર 782 કરોડ રૂપિયાનો ફાયદો કર્યો છે. ફેસબુકે વર્ષ 2017માં આખા વર્ષમાં 40 બિલિયન ડોલરનો ફાયદો કર્યો હતો. વર્ષ 2018માં આ નફો વધીને 55 બિલિયન ડોલરની આસપાસ પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આખા વર્ષમાં કોન્ટ્રોવર્સી અને સ્કેન્ડલ સાથે જઝુમ્યા વગર ફેસબુકનો નફો ખુબ જ વધી ગયો છે.
આનાથી નક્કી થાય છે કે વર્ષ 2018માં ભલે લોકોમાં ફેસબુકની ઉણપ આવી હોય પરંતુ એનો પણ જાજો કોઇ ફરક પડ્યો હોય એવું નથી લાગતું. ગત વર્ષે કોન્ટ્રોવર્સીમાંથી પસાર થવા છતાં 4.27 બિલિયન ડોલરની તુલનાએ આ વર્ષે 6.88 બિલિયન ડોલરનો નફો કર્યો હતો. જેની સાથે કુલ નફો 30 ટકા વધીને 16.64 બિલિનય સુધી પહોંચી ગયો છે.
આ ઉપરાંત ફેસબુકનો ઉપયોગ કરનાર યુઝર્સ અને મહિનાના હિસાબથી ફેસબુક યુઝ કરનાર યુઝર્સ બંનેમાં આશરે 9 ટકાનો વધારો થયો છે. હવે રોજ બે કરોડ ફેસબુક યુઝર તેના પરિવારના કોઇના કોઇ એપ જેમાં એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વ્હોટ્સએપનો સમાવેશ થાય છે. જેના ઉપર આ લોકો રોજ એક્ટિવ રહે છે. બુધવારે આંકડા સામે આવ્યા પછી થોડા કલાકો પછી ફેસબુકના શેરના ભાવમાં 8 ટકા વધી ગયો છે.
ફેસબુક ઉપર તમે એક ડિઝિટલ પ્રોડક્ટ બની ચુક્યા છોઇન્ટરનેટના ગણિત સમનાર જાણે છે કે, ફેસબુક અને એના જેવી અનેક ફ્રી વેબસાઇટ આપણા ડેટા થકી પૈસા કમાય છે. આપણને વેબસાઇટે ફ્રીમાં વાપરવા મળે છે. પરંતુ વેબસાઇટ આપણો બધો ડેટા એકઠો કરે છે. આ ડેટા થકી આપણને એડ બતાવીને પૈસા કમાય છે.
અમેરિકી યુઝર્સના ડેટા બીજા ફેસબુક યુઝર્સ કરતા પાંચ ગણો મોંઘો છે આ અંગે કેક્યુએડ નામની કંપનીએ ડેટાકૂપ કંપનીના સીઈઓ મેટ હોગન સાથે વાત કરી હતી. આ એક એવી કંપની છે કે, તમે તમારા ડેટા સીધા જ એડવરટાઇઝર્સને વેચી શકો છો. વધુ પૂછવામાં આવ્યું કે, શું ખરેખર ફેસબુક પ્રોફાઇલ થકી કેટલા પૈસા કમાઇ શકાય તો તેમણે કહ્યું હતું કે, અમેરિકી લોકોના ફેસબુક પ્રોફાઇલ, સામાન્ય ફેસબુક પ્રોફાઇલના મુકાબલે પાંચ ગણો વધારે કિંમતી છે. એક વર્ષ પહેલાના ભાવના હિસાબથી અમેરિકીનો એક વર્ષનો ડેટા શરેરાસ 200 ડોલર એટલે કે આશરે 14 હજાર રૂપિયા થાય છે. અન્ય ફેસબુક યુઝર્સમાં જેમાં ભારતીયનો સમાવેશ થાય છે. તેમનો ડેટા આશરે 2800 રૂપિયા એટલે કે એક ફેસબુક પ્રોફાઇલની કિંમત રૂ.2800 થાય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર