નવી દિલ્હીઃ ટિકટોક (TikTok viral) વીડિયો મેકિંગનું એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જ્યાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પોતાના વીડિયો બનાવવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો આ એપ થકી ફની એક્ટ કરે છે. જોકે, ક્યારેક આવા વીડિયો ટ્રોલ પણ થતાં હોય છે. ક્યારેક એવા પણ વીડિયો પણ હોય છે જે ઝડપથી વાયરલ થતાં હોય છે. તાજેતરમાં આવો જ એક ટિકટોક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં કંઈક એવું બતાવ્યું છે જેનાથી લોકો ચોંકી ગયા હતા. અને આ વીડિયોને શેર કરવા લાગ્યાહતા. ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા આ ટિકટોક વીડિયોમાં એક વ્યક્તિ મરઘીને ફ્રાઈ ચિકન દેખાડે છે. ચિકન પીસ જોઈને મરઘીનું રિએક્શનને લોકોને હેરાન કરી મુક્યા હતા. વીડિયોમાં આ વ્યક્તિ કહે છે કે, 'મારી પાસે ચિકનનો પીસ છે, ચાલો જોઈએ કે ચિકનને પસંદ આવે છે ચિકન'
ચિકનનો લેગ પીસ જોઈને મરઘી પણ તેને ખાવા લાગે છે. આવું જોઈને તેનો માલિક પણ ખૂબ જ ચોંકી ગયો હતો. અને કહે છે કે 'આ તે શું કર્યું તે મને ગુસ્સો અપાવ્યો.' આ વીડિયોને સૌથી પહેલા lukemil4 નામના ટિકટોક યુઝર્સે પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયો ડિલીવરી બોય 'સોનૂ'
આ પહેલા ઝોમેટોના ડિલિવરી બોયનો વીડિયો ટિકટોક ઉપર ખૂબ જ વાયરલ થયો હતો. ‘happy rider’ નામથી સોનૂ નામના ડિલિવરી બોયની માસૂમ સ્માઈલ ઉપર યૂઝર્સની સાથે ખુદ ઝોમેટો અને Lays જેવી મોટી કંપનીઓ પણ ફિદા થઈ ગઈ હતી. ઝોમેટોએ પોતાના ટ્વિટર પ્રોફાઈલ ફોટોમાં સોનૂની તસવીર લગાવી હતી જ્યારે લેઝે પોતાના ચિપ્સના પેકેટ ઉપર સોનૂની સ્માઈલ પણ છાપી છે.