તમારા Smart Phoneમાં હેડફોન જેક ખરાબ છે? ઘરબેઠા શીખો કેવી રીતે કરશો તેની સર્વિસ

તમારા Smart Phoneમાં હેડફોન જેક ખરાબ છે? ઘરબેઠા શીખો કેવી રીતે કરશો તેની સર્વિસ
પ્રતિકાત્મક તસવીર

ફોનનો હેડફોન જેક કામ કરતો નથી અને તે માટે તમારે સર્વિસ સેંટરમાં રૂ. 200થી લઈને રૂ. 500 ચૂકવવા પડે છે. અહીં હેડફોન જેક સરખો કેવી રીતે કરવો તે જણાવવામાં આવ્યું છે.

 • Share this:
  આજકાલની ફાસ્ટ લાઈફમાં સ્માર્ટફોન આપણા નિયમિત જીવનનો એક જરૂરી ભાગ બની ગયો છે. સ્માર્ટફોન માત્ર કમ્યુનિકેશનનું સાધન નથી રહ્યું, તે મનોરંજનથી લઈને અનેક નાના-મોટા કામ માટેનું જરૂરી સાધન બની ગયું છે. અનેક OTT પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવતા લોકો કોઈપણ પ્રોગ્રામ, લાઈવ ગેમ્સ, ફિલ્મ્સ અથવા ગીત સાંભળવા માટે ટીવીથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ઘણીવાર આ તમામ સુવિધાનો ઉપયોગ કરતા સમયે મુશ્કેલી સામે આવે છે. ફોનનો હેડફોન જેક કામ કરતો નથી અને તે માટે તમારે સર્વિસ સેંટરમાં રૂ. 200થી લઈને રૂ. 500 ચૂકવવા પડે છે. અહીં હેડફોન જેક સરખો કેવી રીતે કરવો તે જણાવવામાં આવ્યું છે.

  બ્લુટૂથ કનેક્ટિવિટી  ઘણીવાર એવું થાય છે કે ફોન બ્લુટૂથની મદદથી અને અન્ય ડિવાઈસ સાથે કનેક્ટ થઈ જાય છે, પરંતુ અવાજ ન આવવાને કારણે પરેશાની થાય છે. એડવાન્સ્ડ ટેકનોલોજીની મદદથી મલ્ટી ડિવાઈસ બ્લુટૂથ કનેક્ટિવિટી આપતા સ્માર્ટફોન માર્કેટમાં આવી ગયા છે, પરંતુ તમારે તમારો સ્માર્ટફોન ચેક કરવાનો રહેશે.

  જો તમારા હેડફોન જેકથી અવાજ ન આવે તો સૌથી પહેલા બ્લુટૂથ કનેક્શન જુઓ અને અન્ય કોઈ ડિવાઈસ તમારા ફોન સાથે કનેક્ટેડ છે, તો તેને ડિસકનેક્ટ કરો. ત્યાર બાદ તમે ઈયરફોનથી તમારા પ્રોગ્રામની મજા લઈ શકો છો.

  ઘણી વાર સ્માર્ટફોનનો સતત ઉપયોગ કરવાને કારણે સ્માર્ટફોનના હેડફોન જેકમાં ધૂળ ભરાઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે સમયાંતરે સ્માર્ટફોનના હેડફોન જેકમાં કોટન બડ અથવા રૂથી હેડફોન જેકને સાફ કરવું જોઈએ. આ પ્રકારે ધૂળ ભરાઈ જવા પર હેડફોન સ્મૂધલી ચાલી શકતો નથી. હેડફોન જેક સાફ કરતા સમયે કોટન બડ અથવા રૂમાં કોઈપણ પ્રકારના લિક્વિડનો ઉપયોગ ન કરવો જોઈએ.

  હેડફોન જેકમાં ભેજ

  હવે સ્માર્ટફોન વોટર રેસિસ્ટેન્સ આવે છે, તેમ છતાં સ્માર્ટફોનને પાણીથી દૂર રાખવો જોઈએ. ઘણી વાર ભીના હાથથી ઉપયોગ કરવાના કારણે અથવા વરસાદના ભેજના કારણે હેડફોન જેક યોગ્ય રીતે કામ કરતું નથી. આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે તમે હેયર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. હેયર ડ્રાયરને મીડિયમ મોડ પર ચલાવવું જોઈએ, વધુ હીટ તમારા સ્માર્ટફોનને ડેમેજ કરી શકે છે.

  સેટિંગ્સની ચેક કરો

  ઘણીવાર બાળકો ફોનનો ઉપયોગ કરવા સમયે અજાણતા સેટિંગ્સની બદલી નાખે છે. આ કારણોસર હેડફોનની ફંક્શનાલિટી પર અસર થાય છે. હેડફોન જેકમાંથી અવાજ ન આવવાને કારણે તમારે સ્માર્ટફોનનું સેટિંગ્સ એકવાર ચેક કરી લેવું જોઈએ.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ