જુઓ, google આ ક્યુટ Doodleથી 2018ને કેવી રીતે કરી રહ્યું bye bye

News18 Gujarati
Updated: December 31, 2018, 12:55 PM IST
જુઓ, google આ ક્યુટ Doodleથી 2018ને કેવી રીતે કરી રહ્યું bye bye
ગૂગલે આ વર્ષે છેલ્લું ડૂડલ ન્યૂ યર ઇવને સમર્પિત કર્યુ છે.

ગૂગલે આ વર્ષે છેલ્લું ડૂડલ ન્યૂ યર ઇવને સમર્પિત કર્યુ છે.

  • Share this:
વર્ષ 2018 આજે ​​સમાપ્ત થઈ રહ્યું છે અને લોકોએ નવા વર્ષ માટે એકબીજાને અભિનંદન આપવાની શરૂઆત કરી છે. ગૂગલે આ વર્ષના છેલ્લા ડૂડલ ન્યૂ યર ઇવને મનાવી રહ્યું છે. 2019નું સ્વાગત કરવા માટે, ગૂગલે તેમના ડૂડલમાં બે કલરમાં એનિમેટેડ હાથીઓના બચ્ચાને બતાવ્યાં છે જે ફુગ્ગા સાથે રમી રહ્યાં છે. પોપકોર્ન સાથે સુશોભન પણ જોઇ શકાય છે. ડૂડલમાં એક ઘડિયાળ પણ છે, જેમાં 11:55 નો સમય જોવા મળી રહ્યો છે.

ડૂડલમાં, એક હાથી તેમની સૂંઢથી ફુગ્ગા સાથે રમી રહ્યો છે અને બીજો હાથી ખુશીથી હવામાં પોપકોર્ન ઉછાળે છે. સર્ચ એન્જિન ગૂગલ તેના ડૂડલ દરેક ખાસ દિવસને ઉજવે છે અને તેના નવા વર્ષ પૂર્વે ડૂડલ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી તમને દુનિયાભરમાં મનાવવામાં આવી રહેલા આ દિવસની માહિતી આપશે.

આ પણ વાચો: નવા વર્ષથી ઓનલાઇન શોપિંગ પર નહીં મળે કેશબેક અને બંપર ડિસ્કાઉન્ટ!

આ રીતે કરવામાં આવે છે સેલિબ્રેશન

વિશ્વભરના લોકો નવા ઉત્સાહ અને અપેક્ષાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે. આ સમય દરમિયાન, આખું વિશ્વ રોશનીથી જગમગી ઉઠે છે. રાત્રે 12 વાગતા જ લોકો ફટાકડા, આતાશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરે છે. વિશ્વભરમાં જુદા જુદા સમયને કારણે 24 વનખત નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. આ રીતે, ઉજવણી 31 ડિસેમ્બરની રાતથી શરૂ થાય છે અને 1 જાન્યુઆરી સુધી ચાલે છે.

કાલે 2019નો પહેલો દિવસ છે અને આ સાથે, લોકો એકબીજાને અભિનંદન આપે છે. એટલું જ નહીં, લોકો નવા વર્ષમાં એક ઠરાવ તૈયાર કરે છે. ઠરાવ એ એક પ્રકારનો હોય છે જેમા નવા વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરે છે.
First published: December 31, 2018
વધુ વાંચો
अगली ख़बर