Home /News /tech /

Useful tricks: USB, YouTube, ઈ-મેઇલ સહિત માટે 10 ટ્રિક્સ, તમારા અનેક કામ કરી દેશે સરળ

Useful tricks: USB, YouTube, ઈ-મેઇલ સહિત માટે 10 ટ્રિક્સ, તમારા અનેક કામ કરી દેશે સરળ

યુએસબી પોર્ટ

New year tech tricks: વર્ષના પ્રથમ દિવસે જ આ ટ્રિક્સ જાણી લેશો તો તમને આગામી આખા વર્ષ અને ત્યારપછી પણ કામ લાગી શકે છે. આમાની અમુક એવી ટીપ્સ છે જે તમારા અનેક કામ સરળ બનાવી દેશે.

નવી દિલ્હી: ડિજિટલ ક્ષેત્રે ટ્રિક્સ અને શોર્ટકટ જાણનાર લોકોના ગુણગાન ગવાય છે. ટ્રિક્સના કારણે ઘણું કામ ઓછું થઈ જાય છે. આજના સમયમાં લોકો મોટાભાગે ઘરે રહીને કામ કે અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ગેજેટ્સની અલગ અલગ ટ્રિક્સ શીખવી ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે અહીં તેવી જ કેટલીક ટ્રિક્સ અંગે જાણકારી આપવામાં આવી છે. વર્ષના પ્રથમ દિવસે જ આ ટ્રિક્સ જાણી લેશો તો તમને આગામી આખા વર્ષ અને ત્યારપછી પણ કામ લાગી શકે છે. આમાની અમુક એવી ટીપ્સ છે જે તમારા અનેક કામ સરળ બનાવી દેશે.

એક વારમાં જ USB ડ્રાઈવ પ્લગ ઈન કરો

આમ તો USB ડ્રાઇવ પ્લગ ઈન કરવી મોટી વાત નથી. છતાં પણ મોટાભાગે તે એકવારમાં જ ક્યારેય પ્લગ ઇન થતી નથી. એક વારમાં USB ડ્રાઈવ પ્લગ ઈન કરવા USB કેબલની સાઈડમાં સિમ્બોલ તપાસો. તે ફક્ત બ્રાન્ડિંગ નથી. USB પ્લગ ઈન કરતા પહેલા તે ચકાસી લેવાથી ખોટી રીતે પ્લગ ઈન કરતા બચી જશો.

બંધ થયેલી બ્રાઉઝર ટેબ ફરીથી ખોલો

ઘણી વખત ભૂલથી ટેબ બંધ થઈ જાય છે. બ્રાઉઝરમાં ડઝનેક ટેબ્સ ખુલ્લા હોય અને આકસ્મિક રીતે તે ટેબ બંધ થઈ જાય તો તમે તમારા બ્રાઉઝરની હિસ્ટ્રી ખોલી શકો છો અને ત્યાંથી ટેબ ફરીથી ખોલી શકો છો અથવા તમે તમારા PC પર Ctrl+Shift+T અથવા મેક પર Command+Shift+T દબાવી તે ફરી ઓપન કરી શકો છો.

યુટ્યુબ વીડિયો ટાઇમ લાઈન સાથે શેર કરો

તમે કોઈ યુટ્યુબ વીડિયોમાં કંઈક જુઓ અને તે જગ્યાએથી શેર કરવા માંગો તો તમને તેની પણ લિંક મળી શકે છે. આ લિંક લોકોને તમે પસંદ કરેલી વીડિયોની ચોક્કસ ટાઇમલાઈન સુધી લઈ જશે. આ માટે વીડિયોની નીચે શેર બટન પર ક્લિક કરો. લિંકની નીચે ચેકબોક્સ તપાસો. ત્યાં આપોઆપ જ્યાં વીડિયો સ્ટોપ છે તે સમય બતાવશે. તમે તેમાં જઈ સમયમાં ફેરફાર કરી શકો છો અને લિંક શેર કરી શકો છો.

આવી રીતે શોધો ચોક્કસ સાઈટ

ગૂગલ સર્ચમાં સાઈટ સર્ચ કરવાથી અનેક રિઝલ્ટ સામે આવશે. જોકે, તમે કોઈ ચોક્કસ સાઈટ પર ફટાફટ જવા માંગતા હોવ તો તમે તે સાઈટની આગળ site: ટાઈપ કરી દો. જેમ કે “site:google.com”.

જંક ટેક્સ્ટનો રિપોર્ટ કરી સ્કેમર્સને ખુલ્લા પાડો

અણગમતા ટેક્સ્ટ માથાના દુઃખાવા સમાન છે. તમે તેને બ્લોક તો કરી જ શકો છો, આ સાથે તમે તેનો રિપોર્ટ પણ કરી શકો છો. GSMA’s Reporting Service પર જઈ તમારે રિપોર્ટ કરવાનો રહેશે.

ગૂગલ ડોકસમાં તમારા આવજનો આવી રીતે કરો ઉપયોગ

તમે ટેક્સ્ટ મેસેજ અથવા ઇમેઇલ્સ ડિક્ટેટ કરવા માટે તમારા ફોનના સ્પીચ-ટુ-ટેક્સ્ટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે તમે ગૂગલ ડોક્સમાં પણ આવું કરી શકો છો? આ સુવિધા મફત છે. આ માટે પહેલા ગૂગલ ડોક્સમાં નવું ડોક્યુમેન્ટ ખોલો, પછી ટૂલ્સ મેનુમાંથી વોઇસ ટાઇપિંગને શરૂ કરો. ત્યારબાદ ડિક્ટેશન શરૂ કરો. આ વોઇસ ટાઇપિંગમાં "અલ્પવિરામ", "પિરિયડ" અને "ફકરા" જેવા કમાન્ડનો ઉપયોગ પણ કરી શકાય છે.

Disney Plus આવી રીતે મુવી ડાઉનલોડ કરો

ઘણી સ્ટ્રીમિંગ સર્વિસમાં ડાઉનલોડ બાદ વીડિયો તે એપમાં ઓફલાઇન જોઈ શકાય છે. જોકે, Disney Plusમાંથી ડાઉનલોડ કર્યા બાદ તમે તે અન્ય સ્થળે પણ જોઈ શકો છો. ડાઉનલોડ આઇકોન મેન્યુ નીચે જોવા મળે છે. ડિઝની પ્લસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે તમારી હાર્ડ ડ્રાઇવમાં ડાઉનલોડ કરી શકો છો.

સ્ક્રીનશોટને ક્રોપ કરો

ઘણા લોકો સ્ક્રીનશોટ લે છે. પરંતુ ઘણીવાર જરૂરિયાત કરતા વધુ કેપ્ચર થઈ જાય છે. જેનાથી તમારી પ્રાઇવેસી પર ખતરો થઈ શકે છે. જેથી ક્રોપિંગ સાથે સ્ક્રીનશોટ લઈ શકો છો. આવા સ્ક્રીન શોટ માટે મેક પર press Command + Shift + 5 દબાવો. જ્યારે Windows 10માં સ્ટાર્ટ મેન્યુમાં જઈ સર્ચમાં Snipping Tool ટાઈપ કરો. આનાથી પણ સ્ક્રીન શોટ તમારી મરજી મુજબનો આવશે.

આ પણ વાંચો: Gmail લાવ્યું ખાસ ફીચર: હવે ગૂગલ ચેટમાંથી જ કરી શકશો Video અને Audio કૉલ

વોટ્સએપ ચેટ સર્ચ કરો

જો તમે કોઇ સાથે કરેલી વાતને શોધવા માંગતા હોવ અથવા કોઈ ચોક્કસ શાયરી તમને ઘણા દિવસ પહેલા રિસીવ થઈ હોય અને તે મોકલવા માંગતા હોવ તો તમે વોટ્સએપમાં અપાયેલા સર્ચ બારમાં જઈ તમને યાદ હોય તે શબ્દ સર્ચ કરી શકો છે.

આ પણ વાંચો: ખૂબ કામની છે આ WhatsApp ટ્રીક્સ અને ટિપ્સ, આ રીતે પ્રોફાઇલમાં છૂપાવો તમારું નામ

E-Mailને અનસેન્ડ કરો

તમે કોઈને ભૂલથી અન્ય મેઇલ મોકલી દીધો હોય તો તમે તે અનસેન્ડ પણ કરી શકો છો. Gmailમાં આ સુવિધા મળે છે. આ માટે પહેલા ગૂગલ સેટિંગમાં જઈ Undo Send section પર ક્લિક કરો. અહીં 5 સેકન્ડની મર્યાદા હશે જેને વધારી 30 સેકન્ડ કરી નાખો. હવે નીચે સ્ક્રોલ કરી સેવ કરો. આવું કરવાથી હવે તમને 30 સેકન્ડનો સમય મળશે. તમે ઇમેઇલને 30 સેકન્ડમાં અનસેન્ડ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Happy new year, Tips, Tricks, ગૂગલ, ટેકનોલોજી

આગામી સમાચાર