નાસિર હુસૈન, નવી દિલ્હી : ચાર દિવસ પહેલા નોઇડામાં રહેતા એક પત્રકારના ક્રેડિટ કાર્ડ (Credit Card)માંથી 79 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે કાર્ડ અને ઓટીપી (OTP) બંને તેની પાસે જ હતા. એક વર્ષ પહેલા દિલ્હીના એલજી હાઉસમાં કામ કરતા એક કર્મચારીના ખાતામાંથી હજારો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ કેસમાં પણ એટીએમ કાર્ડ અને મોબાઇલ ફોન તેની પાસે જ હોવા છતાં પૈસા ઉપડી ગયા હતા. આવા ફક્ત બે જ નહીં પરંતુ હજારો કેસ છે. પરંતુ અહીં મોટો સવાલ એ છે કે જ્યારે કાર્ડ અને મોબાઇલ ફોન બંને તમારી પાસે હોય તો પૈસા કેવી રીતે ઉપડી જાય? આ મામલે સાઇબર ફોરેન્સિક એક્સપર્ટ દાનિશ શર્માએ ખાસ સૉફ્ટવેરની મદદથી આવું થઈ રહ્યાનો ખુલાસો કર્યો છે.
એક OTPના 10 નંબર તૈયાર કરે છે આ સૉફ્ટવેર
કાર્ડ અને ઓટીપી વગર ખાતામાંથી પૈસા ઉપડી જવા અંગે વાતચીત કરતા સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટ દાનિશ શર્મા કહે છે કે, "આજકાલ બજારમાં એક સૉફ્ટવેર આવ્યું છે. આ સૉફ્ટવેર ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે કામ કરે છે. પરંતુ ઑનલાઇન સૉફ્ટવેરની માંગ ખૂબ વધારે છે. કારણ કે તે ઑનલાઇન બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. હૅકર્સ આજકાલ આ સૉફ્ટવેરથી કામ કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેમની પાસે તમારા કાર્ડના સીવીવી (CVV) નંબર પણ હોય છે. આ સૉફ્ટવેર ટ્રાન્ઝેક્શન દરમિયાન એક ઓટીપીના 10 ઓટીપી બનાવીને મોકલી આપે છે."
સાઇબર નિષ્ણાતે જણાવ્યું કે એક ઓટીપી નંબરનો પોતાનો અલ્ગોરિધમ હોય છે. આ એક કોડિંગ હોય છે. સરળ ભાષામાં વાત કરીએ તો એક ઓટીપી 10 રીતે કામ કરે છે. એવું નથી કે તમારા મોબાઇલ નંબરમાં આવેલો ઓટીપી નાખવાથી જ પૈસા ઉપડી શકે છે. આ નંબરને જો આડાઅવળો કરી દેવામાં આવે તો પણ તે કામ કરશે. પરંતુ આ નંબરને એ જ સિરિઝમાં કેવી રીતે બદલવો તે કામ આ સૉફ્ટવેર કરે છે.
સાઇબર એક્સપર્ટ દાનિશ શર્માનું કહેવું છે કે તમારા ક્રેડિટ અને એટીએમ કાર્ડ પર કોઈ પણ હાલતમાં સીવીવી નંબર ન રાખો. નંબર યાદ રાખો અથવા ઘર કે ઑફિસમાં ક્યાંક લખ્યા બાદ તેને છૂપાવી દો. તેના ઉપર કંઈક લખી દો અથવા ટેપ ચીપકાવી દો. આવું કરવાથી તમારા કાર્ડ પર કોઈ અસર નહીં થાય. ટ્રાન્ઝેક્શન કરવામાં પણ કોઈ સમસ્યા નહીં આવે.
તમે દુકાન, પેટ્રોલપંપ કે પછી માર્કેટમાં જાઓ છો ત્યારે અમુક લોકો ચાલાકીથી તમારા કાર્ડની તસવીર ક્લિક કરી લેતા હોય છે. અમુક લોકો સીસીટીવી ફૂટેજમાંથી પણ વિગત લઈ લે છે. સાથે જ સીવીવી નંબર પર મેળવી લેતા હોય છે.
ઑનલાઇન ફ્રૉડથી આવી રીતે બચો :
કોઈ પણ પ્રકારનું કાર્ડ જાતે જ સ્વાઇપ કરો.
કોઈ બીજાના હાથમાં તમારું એટીએમ કાર્ડ અને પીન નંબર ન આપો. આ આત્મહત્યા કરવા જેવું કામ છે.
મોબાઇલ પર કાર્ડ કે બેન્કિંગ સંબંધિત કોઈ જાણકારી ન આપો.
કોઈ પણ બેંક પોતાના ગ્રાહકો પાસેથી કાર્ડ અંગેની જાણકારી મોબાઇલ પર નથી માંગતી.
વિશ્વસનીય હોય તેવી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોબાઇલ પર આવેલા એવા કોઈ મેસેજ પર ક્લિક ન કરો. આનાથી તમારું સીમકાર્ડ બંધ થઈ શકે છે અને હેકર પાસે એ નંબર ચાલુ થઈ શકે છે.
એક રૂપાયાની લેવડ-દેવડ પણ જો તમારી જાણ બહાર થાય છે તો તાત્કાલિ