હેકર્સે ભારતના 13 VVIPsના iphoneમાંથી ચોર્યો પર્સનલ ડેટા

News18 Gujarati
Updated: July 15, 2018, 11:18 AM IST
હેકર્સે ભારતના 13 VVIPsના iphoneમાંથી ચોર્યો પર્સનલ ડેટા
file photo

  • Share this:
ભારતના 13 વીવીઆઈપી લોકોના iphoneમાં છેડછાડ કરી પર્સનલ ડેટા ચોરી કરી લેવામાં આવી. કોમર્શિયલ થ્રેટ ઈન્ટેલિજન્સ ગ્રુપ સિસ્કો ટાલોસે આ વાતનો ખુલાસો કર્યો છે. કંપનીએ જણાવ્યું કે, એક વાયરસ (મેલવેયર) દ્વારા આ 13 લોકોના ડેટામાં પણ છેડછાડ કરવામાં આવી છે. આ લોકોનો ડેટા છેલ્લા ત્રણ વર્ષથી ચોરી કરવામાં આવી રહ્યો હતો. સિસ્કો ટાલોસના રિસર્ચર્સે કહ્યું કે, એક ટાર્ગેટેડ કેંપેન હેઠળ આ 13 વીવીઆઈપી લોકોના iphoneને એક શંકાસ્પદ એપ્લિકેશનની મદદથી નિશાન બનાવવામાં આવી છે. જોકે, હાલમાં આ 13 લોકોની ઓળખ જાહેર નથી કરવામાં આવી.

આ ખાસ ટેક્નિકથી ચોરવામાં આવ્યો ડેટા
ટાલોસ સિક્યોરિટીમાં ટેક્નિકલ લીડર વારેન મર્સરે, સિસ્કોમાં મેલવેયર રિસર્ચર્સ એન્ડ્રયૂ વિલિયમ્સ અને મેલવેયર એનાલિસ્ટ પોલ રેસ્કેગનૈર્સીનું કહેવું છે કે, હેકર્સે સાચી એપ્સમાં ફીચર્સ એડ કરવા માટે ખાસ ટેક્નિકનો ઉપયોગ કર્યો. આ એપ્સમાં WhatsApp અને Telegram જેવી મેસેજિંગ એપ્સ શામેલ છે. ત્યારબાદ મોબાઈલ ડિવાઈસ મેનેજમેંટ સિસ્ટમનો ઉપયોગ કરીને ભારતમાં 13 લોકોના iphoneમાંથી ડેટા ચોરવામાં આવ્યો. આ લોકો પર્સનલ ડેટાનો ઉપયોગ આ લોકોએ બ્લેકમેલ કરવા અથવા રિશ્વત માંગવા માટે કરવામાં આવી શકે છે.

રૂશી નામ અને રશિયન ડોમેનનો ઉપયોગ
સિસ્કોના એક્સપર્ટનું કહેવું છે કે, આ iphoneને નિશાન બનાવનાર લોકો ભારતમાં જ હોઈ શકે છે, પરંતુ પોતાને રશિયન દેખાડવાની કોસિસ કરી છે. આ લોકોએ રૂશી નામ અને રશિયાના ઈ-મેઈલ ડોમેનનો ઉપયોગ કર્યો છે. એટેકર્સે જે બે પર્સનલ ડિવાઈસનો ઉપયોગ કર્યો છે, તેમનો ફોન નંબર, જોકે ભારતમાં Vodafone નેટવર્કમાં રજિસ્ટર્ડ છે.
First published: July 15, 2018, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading