તાત્કાલિક બદલી દો 4 ડિજિટનો પાસવર્ડ, ટચ કરવાથી જ હેક થઈ શકે છે સ્માર્ટફોન

Vinod | News18 Gujarati
Updated: December 29, 2017, 12:57 PM IST
તાત્કાલિક બદલી દો 4 ડિજિટનો પાસવર્ડ, ટચ કરવાથી જ હેક થઈ શકે છે સ્માર્ટફોન
તમારા મોબાઈલને વધારે સુરક્ષિત રાખવા 4થી વધારે ડિજિટનો પાસવર્ડ સેટ કરો

હેકર્સ સરળતાથી તમારા ફોનને રિમોર્ટ પર લઇને તમારી આંખમાં ધૂળ નાખીને તમારા મહત્વના ડેટાની ચોરી કરી શકે છે.

  • Share this:
હેકર્સ હવે તમારા સ્માર્ટફોન પર નજર રાખી રહ્યા છે. તમારા ફોનમાં સ્ટોર માહિતી ચોરવા માટે તેઓ દરરોજ નવાં નવાં હથકંડા અપનાવી રહ્યા છે. ત્યાં સુધી કે તેમણે તમારા ફોનને અનલોક કરવાની રીત પણ શોધી લીધી છે. તમારા સ્માર્ટફોન સેન્સરમાં જે ડેટા છે, તે હેકર્સ સુધી તમારો પાસવર્ડ અને પિન પહોંચાડી રહ્યું છે. હેકર્સ સરળતાથી તમારા ફોનને રિમોર્ટ પર લઇને તમારી આંખમાં ધૂળ નાખીને તમારા મહત્વના ડેટાની ચોરી કરી શકે છે.

શું છે મામલો?

તમારા સ્માર્ટફોનમાં જીરોસ્કોપ અને પોક્સીમિટી સેન્સર્સ લાગેલા હોય છે. આ જ સેન્સર તમારા ફોનમાં બિનઅધિકૃત ઘૂસણખોરી માટે જવાબદાર છે. હેકર્સ એ સેન્સરને હેક કરીને તમારા ફોનમાં સ્ટોર કરેલી માહિતી સુધી પહોંચી રહ્યા છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિકે આ વાતનો ખુલાસો કર્યો છે. આ વૈજ્ઞાનિક સિંગાપુરની નાયંગ ટેક્નોલોજી યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.

99.5% ચોક્કસાઈથી હેક થઈ શકે છે એન્ડ્રોઇડ ફોન

વૈજ્ઞાનિક શિવમ ભસીનનું કહેવું છે કે મશીન લર્નિંગ અલ્ગોરિધમ અને સ્માર્ટફોનમાં લાગેલા સેન્સર્સની મદદથી શોધકર્તાઓએ એન્ડ્રોઇન ફોનને અનલોક કર્યો હતો. ફક્ત ત્રણ પ્રયાસમાં જ આ સફળતા મળી હતી.

હેકર્સ તમારા પિન અને પાસવર્ડની કરી શકે છે ચોરી
Loading...

ભસીનનું કહેવું છે કે આ પહેલા કોઇ પણ એન્ડ્રોઇડ ફોનને ક્રેક કરવાની ચોક્કસાઈ 74% હતી. 50 કોમન પિન નંબર્સની મદદથી આ 74% ચોક્કસાઈ સાથે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને હેક કરી શકાતા હતા. પરંતુ હવે આ ચોક્કસાઇ વધીને 99.5% સુધી પહોંચી ગઈ છે. એનો મતલબ એવો થાય કે હેકર્સ કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને હેક કરી શકે છે. તેના પાસવર્ડ અને પિનની માહિતી મેળવીને તેને અનલોક કરી શકે છે. એનટીયૂની ટેક્નોલોજી મારફતે 4 ડિજિટના 10 હજાર સંભવિત પિન નંબર્સની માહિતી મેળવી શકાય છે.

તમારી પાસે શું રસ્તો?

ભસીનનું કહેવું છે કે જો તમારે તમારા ફોનને હેકર્સથી બચાવીને રાખવો હોય તો ચાર આંકડાથી વધારે આંકડાના પિનનો ઉપયોગ કરો. તમે ફોનના એડવાન્સ ફિચર્સ જેવા કે ફેસ આઈડેન્ટિટિ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પાસવર્ડ કે પિન લગાવો જેનાથી હેકર્સ તેને ક્રેક ન કરી શકે.
First published: December 29, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...