Home /News /tech /ઘણો સસ્તો મળી રહ્યો છે 12GB સુધી RAM વાળો પોપ્યુલર OnePlus 5G ફોન, મળશે 64MP કેમેરા

ઘણો સસ્તો મળી રહ્યો છે 12GB સુધી RAM વાળો પોપ્યુલર OnePlus 5G ફોન, મળશે 64MP કેમેરા

OnePlus Nord CE 5G પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ.

Tech News: દમદાર RAM સાથેના ફોનની તલાશમાં છો તો OnePlus Nord CE 5G પર મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ

Tech News: વનપ્લસના (OnePlus) ફેન્સ માટે સારા સમાચાર છે, આવું એટલા માટે કારણ કે વનપ્લસ પોતાના પોપ્યુલર વનપ્લસ નોર્ડ CE 5Gને (OnePlus Nord CE 5G) સારી ડીલ પર ઉપલબ્ધ કરાવી રહી છે. મૂળે, Oneplus.in પર રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, આ ફોનની ખરીદી પર ગ્રાહકોને ઓફર આપવામાં આવી રહી છે, જેનાથી ફોન સસ્તામાં મળી જશે. ફોનના 8GB+128GBની કિંમત 24,999 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજની કિંમત 27,999 રૂપિયા છે.

પરંતુ મળતી માહિતી અનુસાર, જો ગ્રાહકો ફોન ખરીદવા માટે ICICI ક્રેડિટ અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ EMI દ્વારા ચૂકવણી કરે છે, તો ફોન પર 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ (Instant Discount) આપવામાં આવશે. બીજી બાજુ, કોટક કાર્ડથી (Kotak Card) ચૂકવણી પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. ચાલો જાણીએ કે ફોનની સંપૂર્ણ સ્પેસિફિકેશન (OnePlus Nord CE 5G Specifications) વિશે....

આ ફોનમાં 6.43-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે છે, જેનું આસ્પેક્ટ રેશિયો 20: 9, પિક્સેલ રિઝોલ્યુશન 2400 × 1080 છે. ફોન ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે. આ ફોન Qualcomm Snapdragon 765G પ્રોસેસર સાથે આવે છે. તેમાં 12 GB સુધી RAM અને 256 GB સુધી સ્ટોરેજ છે. ગ્રાફિક્સ માટે તેમાં Adreno 619 GPU આપવામાં આવ્યું છે. આ ફોન OxygenOS 11 પર આધારિત એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે.

ઓફર Oneplus.in પર આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો, આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

મળશે દમદાર કેમેરા


આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેનું પ્રાઇમરી સેન્સર 64 મેગાપિક્સલનું છે જેનું અપર્ચર f / 1.79 છે. બીજું અપર્ચર f/2.25 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. ત્રીજું અપર્ચર f/2.4 સાથે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર છે. ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો Sony IMX471 ફ્રન્ટ કેમેરા છે, જેનું અપર્ચર f /2.45 છે.

આ પણ વાંચો, WhatsApp યૂઝર્સને પેમેન્ટ કરવા બદલ મળશે કેશબેક, ટૂંક સમયમાં આવશે નવું ફીચર

પાવર આપવા માટે આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. તે Warp Charge 30T Plus ટેકનોલોજીને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.1, GPS/ A-GPS / NavIC, NFC, USB Type-C અને 3.5mm headphone jack જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
First published:

Tags: Discount, OFFER, Oneplus, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો