Home /News /tech /Google Chrome યુઝર્સને સરકારની સલાહ, જલ્દી કરી લો આ કામ નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

Google Chrome યુઝર્સને સરકારની સલાહ, જલ્દી કરી લો આ કામ નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

ગૂગલ ક્રોમ એલર્ટ

Google Chrome Alert: ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ કહ્યું છે કે ગૂગલ ક્રોમની અતિ સંવેદનશીલતા સાયબર હુમલાખોરોને આકર્ષિત કરી શકે છે. આ હેકર્સ દૂર બેસીને જ તમારી સિસ્ટમમાં ખતરનાક કોડ એક્ઝિક્યુટ કરીને સિક્યોરિટી ભેદી શકે છે.

વધુ જુઓ ...
Update Google Chrome Browser: દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર્સમાંથી એક ગૂગલ ક્રોમ (Google Chrome)નો ઉપયોગ અબજો લોકો કરે છે. ભારતમાં પણ કરોડો લોકો કમ્પ્યુટર અને મોબાઇલ ફોન પર તેનો ભરપૂર ઉપયોગ કરે છે. એટલે જ તે હંમેશા હેકર્સના નિશાના પર રહે છે. સાયબર સુરક્ષા જોખમથી ડીલ કરતી નોડલ એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ તાજેતરમાં ગૂગલ ક્રોમને લઇને એલર્ટ જારી કર્યું છે.

સીઇઆરટી-ઇન એ ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ચેતવણી જારી કરીને તેમને સલાહ આપી છે કે તેઓ પોતાના ડેસ્કટોપ બ્રાઉઝરને જલ્દી અપડેટ કરી લે. ગૂગલએ ક્રોમ બ્રાઉઝરમાં હાજર ખામીઓનો સ્વીકાર કર્યો હતો અને પોતાની અપડેટ જારી કરી હતી. તેને જોતાં સીઇઆરટી-ઇન એ સંબંધિત નોટ જારી કરી છે.

આ પણ વાંચો: Flipkart Big Saving Days vs Amazon Summer Sale 2022: સેલમાં આ રીતે મેળવો હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ

હેકર્સ કરી શકે છે હુમલો

સીઇઆરટી-ઇન એ પોતાની નોટમાં કહ્યું છે કે ગૂગલ ક્રોમની અતિ સંવેદનશીલતા સાયબર હુમલાખોરોને આકર્ષિત કરી શકે છે. આ હેકર્સ દૂર બેસીને જ તમારી સિસ્ટમમાં ખતરનાક કોડ એક્ઝિક્યુટ કરીને સિક્યોરિટી ભેદી શકે છે. એટલે સુધી કે બફર ઓવરફ્લોનું પણ તે કારણ બની શકે છે અને તમારી સિસ્ટમમાં હાજર સોફ્ટવેરને કરપ્ટ કરી શકે છે.

જોવા મળી ઘણી ગંભીર ખામીઓ

ભારત સરકારની આ નોડલ એજન્સીએ ક્રોમ બ્રાઉઝરને પ્રભાવિત કરનારી સમસ્યાઓને ‘હાઈ’ સિવેરીટી (ગંભીરતા) રેટિંગ આપ્યું છે. નોટમાં કહેવામાં આવ્યું છે કે વેબજીએલ (WebGL), એક્સટેન્શન એપીઆઈ (Extensions API), ઇનપુટ, એચટીએમએલ પાર્સર, વેબ ઓથેન્ટિકેશન અને આઈફ્રેમ, વેબજીપીયુ (WebGPU) અને વેબ યુઆઈ સેટિંગ્સમાં હિપ બફર ઓવરફ્લો, યુઆઈ શેલ્ફમાં આઉટ-ઓફ-બાઉન્ડ મેમરી એક્સેસ, બ્લિંક એડિટિંગમાં અપર્યાપ્ત ડેટા વેલિડેશનમાં અયોગ્ય ઈમ્પલીમેન્ટેશનને કારણે ખામીઓ હાજર છે. આ ઉપરાંત Dev Tools અને ડાઉનલોડમાં ખોટા સિક્યોરિટી ઇન્ટરફેસ જેવી ખામીઓ છે.

આ પણ વાંચો: Airtel અને Jioને ટક્કર આપવા Vodafone Ideaએ લોન્ચ કર્યા સસ્તા પ્રીપેડ પ્લાન્સ, મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટા

ક્રોમને કઈ રીતે અપડેટ કરશો? (How to Update Google Chrome)

- ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને Menu માં જાઓ.
- ત્યારબાદ Help ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમને About Google Chrome નો વિકલ્પ જોવા મળશે.
- આના પર ક્લિક કરતા જ ક્રોમ બ્રાઉઝર અપડેટ થવાનું શરુ થઈ જશે.
First published:

Tags: Chrome, Google apps, Google News, કેન્દ્ર સરકાર

विज्ञापन