નવી દિલ્હીઃ શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોક (TikTok) સહિત અન્ય ચાઇનીઝ એપ્સ પર લગાવેલો પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકારે તમામ એપ્સને આ અંગેની નોટિસ પાઠવી છે. મામલા સાથે જોડાયેલા સૂત્રએ ઓળખ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મિનિસ્ટ્રી (Ministry of Electronics and IT)એ બ્લોક્ડ એપ્સના જવાબોની સમીક્ષા બાદ નોટિસ પાઠવી છે.
ટિકટોકનો સંપર્ક કરતાં તેમે સરકાર તરફથી નોટિસ મળી હોવાની પુષ્ટિ કરી છે. ટિકટોકના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે નોટિસનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને યોગ્ય રીતે તેનો જવાબ આપીશું. ભારત સરકાર દ્વારા 29 જૂન 2020ના રોજ જાહેર નિર્દેશોનું પાલન કરવામાં ટિકટોક પહેલી કંપનીઓમાં એક હતી. અમે સતત સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને સરકાર કોઈ પણ ચિંતાનું સમાધાન કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરે છે. અમારા તમામ યૂઝર્સની ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ગયા વર્ષે જૂન મહિનામાં ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર લગાવ્યો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનામાં ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ (India Bans 59 Chinese Apps) લગાવી દીધી હતો. તેમાં ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી એપ્સ સામેલ હતી. સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A હેઠળ 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આ પણ વાંચો, ચેતેશ્વર પૂજારાની દીકરીએ શોધ્યો પાપાની ઈજાઓનો ઇલાજ, કહ્યું- ‘દરેક ઘાવને કિસ કરીશ’
કેન્ર્સ સરકાર તરફથી આ નિર્ણય પર જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમારી પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ, આ એપ્સ કેટલીક એવી ગતિવિધિઓમાં સંલિપ્ત છે જે ભારતની રક્ષા, સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતા માટે હાનિકારક છે. ત્યારબાદ ગયા સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 118 અન્ય એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર