Home /News /tech /દેશમાં 50 કરોડ મોબાઇલ કનેક્શન બંધ થવાના સમાચાર પર સરકારે કર્યો ખુલાસો

દેશમાં 50 કરોડ મોબાઇલ કનેક્શન બંધ થવાના સમાચાર પર સરકારે કર્યો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

સરકાર એવું ઇચ્છી રહી છે કે જે પણ પ્રોસેસ થાય તેના કારણે યુઝર્સે કંઈ પણ સહન કરવાનો વારો ન આવે.

  નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આગામી દિવસોમાં 50 કરોડથી વધારે મોબાઇલ કનેક્શન બંધ થઈ જવા અંગે ખુલાસો કર્યો છે. ટેલિકોમ વિભાગ અને UIDAIએ સંયુક્ત નિવેદન કરીને આ સમાચારનું ખંડન કર્યું છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 50 કરોડ મોબાઇલ કનેક્શન બંધ થવાના સમાચાર સાવ ખોટા અને કાલ્પનિક છે.

  શું હતા સમાચાર?

  આધાર કાર્ડ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ હવે મોબાઇલ ઓપરેટર્સે ફરીથી કેવાયસીની પ્રોસેસ શરૂ કરવી પડશે. અત્યાર સુધી તમામ મોબાઇલ કંપનીઓ ફક્ત બોયમેટ્રિક ઓળકને આધારે સીમકાર્ડ આપતી હતી. આ ઉપરાંત જૂના ગ્રાહકોના નંબરોને પણ આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે. હવે જો તાત્કાલિક આ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો મોબાઇલ કનેક્શન બંધ થવાનું જોખમ ઉભું થશે.

  શા માટે મોબાઈલ કનેક્શન બંધ થવાની શંકા ઉઠી?

  તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આધાર અંગે ચુકાદો આપતા ટેલિકોમ ઓપરેટર્સને આધારનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી દીધી હતી. સુપ્રીમના ચુકાદા પહેલા બધી જ ટેલિકોમ ઓપરેટર્સ કંપનીઓએ દરેક મોબાઇલ નંબરને આધાર સાથે લીંક કરવાનું ફરજિયાત બનાવી દીધું હતું. સુપ્રીમનો ચુકાદો અસરમાં આવતા હવે મોબાઇલ ઓપરેટર્સે આધાર સાથે લિંક કરેલા મોબાઇલનું ફરીથી કેવાયસી કરવું પડશે. આ માટે ગ્રાહકો પાસેથી ફરીથી અન્ય ઓળખ અને સરનામા અંગે પુરાવા એકત્રીત કરવા પડશે. જો આવું નહીં થઈ શકે તો મોટા પ્રમાણમાં મોબાઇલ કનેક્શનો બંધ થશે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે સરકારે આ બાબતે પ્રાથમિકતા દાખવીને કામ કરી રહી છે. કારણ કે જો મોટા પ્રમાણમાં સીમકાર્ડ બંધ થશે તો તેની ખરાબ અસર યુઝર્સ પર પડી શકે છે. સરકારી અધિકારીઓએ આ અંગે એવો ઈશારો કર્યો હતો કે સરકાર મોબાઇલ ઓપરેટર્સને નવા કેવાયસી માટે પૂરતો સમય આપશે.

  સરકારના આધિકારીએ ટેલિકોમ કંપનીઓ સાથે કરી બેઠક

  આ બાબતની ચર્ચા કરવા માટે બુધવારે ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજન મોબાઇલ કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ બેઠકમાં મોટી સંખ્યામાં સીમકાર્ડ બંધ ન થાય તેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતે આધાર ઓથોરિટી સાથે વાતચીત કરી રહી છે.

  સુંદરરાજને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે વહેલામાં વહેલી તકે કોઈ સમાધાન આવે તેના પ્રયાસમાં છે. સરકાર એવું ઇચ્છી રહી છે કે જે પણ પ્રોસેસ થાય તેના કારણે યુઝર્સે કંઈ પણ સહન કરવાનો વારો ન આવે.

  સુપ્રીમ કોર્ટના ચુકાદાની સૌથી વધારે અસર સપ્ટેમ્બર 2016માં ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કરનારી જીઓ કંપનીને થશે. કારણ કે જીઓએ તેમના તમામ ગ્રાહકોની નોંધણી ફક્ત બોયોમેટ્રિક સિસ્ટમથી જ કરી છે. આ માટે કોઈ અન્ય ઓળખના પુરાવા લેવામાં આવ્યા નથી. બુધવારે જીઓ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમના ગ્રાહકોની સંખ્યા 25 કરોડ પર પહોંચી છે. જીઓ ઉપરાંત અન્ય ટેલિકોમ કંપનીઓ કે જેમણે બાયોમેટ્રિકના આધારે સીમકાર્ડનું વેચાણ કર્યું છે તેમની હાલત પણ આવી જ થશે.

  એવી પણ શક્યતા છે કે મોબાઇલ નંબરને આધાર સાથે જોડ્યા બાદ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોના જૂના કેવાયસી પેપરનો નાશ કરી નાખ્યો હોય. આથી આ કંપનીઓએ પણ હવે ફરીથી કેવાયસી પ્રોસેસ કરવી પડશે. હાલ મોબાઇલ કંપનીઓ આ બાબતે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયાની રાહ જોઈ રહી છે. જો આ બાબતે સરકાર કોઈ રાહત નહીં આપે અને કોઈ તઘલઘી નિર્ણય આપશે તો ફરીથી ગ્રાહકોએ પોતાના સીમકાર્ડના નવા કેવાયસી માટે લાઇનોમાં ઉભા રહેવું પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Aadhaar, Kyc, Sim card, UIDAI

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन