Tiktok અને Helo પર સરકાર પ્રતિબંધ મૂકી શકે છે, નોટિસ પાઠવી

સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાનને ફરિયાદ કરી હતી કે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ રહ્યો છે.

સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાનને ફરિયાદ કરી હતી કે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ રહ્યો છે.

  • Share this:
    સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને હેલોને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે 21 પ્રશ્ન પૂછ્યા છે અને કહ્યું છે કે આનો સંતોષકારક જવાબ નહીં મળે તો પ્રતિબંધ માટે તૈયાર રહો. સરકારી અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી.

    નોંધનીય છે કે આરએસએસ સાથે જોડાયેલી સંસ્થા સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાનને ફરિયાદ કરી હતી કે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. આને લઈને ઇલેક્ટ્રોનિક્સ તેમજ આઈટી મંત્રાલયે નોટિસ પાઠવી છે.

    ટિકટોક અને હેલોએ આ અંગે સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે આગામી ત્રણ વર્ષમાં તેમનો આશરે રૂ. 6500 કરોડનું રોકાણ કરવાનો ઇરાદો છે, જેનાથી ટેક્નોલોજી સાથે જોડાયેલા માળખાનો વિકાસ કરી શકાય.

    સરકારે નોટિસ મોકલીને એવી ખાતરી આપવાનું કહ્યું છે કે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ દેશ વિરોધી કોઈ પણ ગતિવિધિ માટે નથી થઈ રહ્યો. તેમજ લોકોનો ડેટા અત્યારે કે ભવિષ્યમાં પણ કોઈ દેશનો મોકલવામાં નહીં આવે.

    સરકારે પૂછેલા સવાલો :

    1. એપ વાપરતા લોકોનો કેટલો ડેટા એકઠો કરો છો?

    2. કંપની સિંગાપુર અને અમેરિકા સિવાય ક્યાં ડેટા સ્ટોર કરે છે?

    3. શું કંપની કોઈ ત્રીજી વ્યક્તિ સાથે ડેટા શેર કરે છે?

    4. શું ભારતમાં સર્વર મૂકવાની કંપનીની કોઈ યોજના છે?

    5. વપરાશકાર 18 વર્ષથી ઓછી ઉંમરનો છે તે કંપની કેવી રીતે નક્કી કરે છે?

    6. શું કંપની આઈટી ઇન્ટરમીડિયરી રૂલ્સ 2011નું પાલન કરે છે?

    7. શું કંપની પોતાના પ્રભાવકોની સેવાઓનો ઉપયોગ કરે છે?

    8. બાળકોની ગુપ્તતાનું ઉલ્લંઘન કરવા પર FTCએ કંપની પર 5.7 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. શું ભારતમાં કંપની આ નિયમનું પાલન કરે છે?

    9. કંપનીની ભારતમાં કેટલી ઓફિસ અને કર્મચારીઓ છે?

    10. અન્ય દેશોમાં ટિકટોક ચલાવવાની ઉંમર શું છે?

    11. કંપની પોતાના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી હટાવવા માટે શું કરે છે?

    12. પ્રથમ જુલાઈ 2017થી અત્યાર સુધી કંપનીને કેટલી ફરિયાદ મળી અને કંપનીએ તેનું શું કર્યું?

    13. શું કંપની પારદર્શીતા રિપોર્ટ જાહેર કરે છે?

    14. કંપની ગાર્ડિયનોની શંકા દૂર કરવા માટે શું પગલાં ભરે છે?

    Published by:Vinod Zankhaliya
    First published: