એન્ડ્રોઇડ ફોન વાપરો છો તો થઇ જવા સાવધાન, સરકારે આપી આવી ચેતવણી

એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ પર મંડરાઇ રહ્યો છે મોટો ખતરો (પ્રતિકાત્મક તસવીર)

Android Phone- જો તમે એન્ડ્રોઇડ ફોન વાપરો છો તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે

  • Share this:
નવી દિલ્હી : ટેક્નોલોજીના (Technology)આ જમાનામાં સ્માર્ટફોન (Smartphone)વગર લોકોનું કામ આજે અટકી પડે છે. દરેક નાના-મોટા કામ માટે આજે લોકો સ્માર્ટફોન પર જ નિર્ભર બન્યા છે. તમારા ડોક્યૂમેન્ટ્સથી લઇને પાસવર્ડ સુધી દરેક બાબત તમારા સ્માર્ટફોનમાં તમે ચોક્કસપણે સેવ કરતા જ હશો. તો સાથે જ કેશલેશ મની ટ્રાન્સફર માટે ઓનલાઇન ટ્રાન્જેક્શન અને બેંકની ડિટેઇલ્સ પણ તમારા ફોનમાં સેવ હશે. જો આવું છે તો તમારે સાવધાન રહેવાની ખાસ જરૂર છે. ખાસ કરીને એન્ડ્રોઇડ યૂઝર્સ (Android Phone) પર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે, જે અંગે સરકારે પણ લોકોને ચેતવ્યા છે. ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-inએ ચેતાવણી આપતા જણાવ્યું કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ પર Drinik નામના માલવેરનો (Drinik Malware)ખતરો મંડરાઇ રહ્યો છે.

યૂઝર્સની બેંકિંગ ડિટેઇલ્સની કરે છે ચોરી

CERT-in અનુસાર જો તમે એન્ડ્રોઇડ ફોન વાપરો છો તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે Drinik નામનો આ માલવેર યૂઝર્સની ઓનલાઇન બેંકિંગ ડિટેઇલ્સ ચોરી રહ્યો છે, જે એક ચિંતાનો વિષય છે. આ માલવેર દ્વારા હેકર્સ પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના 27થી વધુ બેંકના યૂઝર્સને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે Drinik માલવેર મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરનાર યૂઝર્સ માટે ડિવાઇસ પર ઇનકમ ટેક્સ રિફંડની લાલચ આપી એન્ટ્રી કરે છે. ઇનકમ ટેક્સ રિફંડનું નામ આવતા જ ઘણા લોકો વિશ્વાસ કરી લે છે અને આવા ફ્રોડમાં ફસાઇ જાય છે, જે બાદ તેમને મોટા નુકસાનનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઇએ કે આ એક બેંકિંગ ટ્રોજન છે અને તેના દ્વારા હેકર્સ યૂઝર્સના ફોનની સ્ક્રિનને મોનિટર કરી શકે છે. એટલું જ નહીં બેંકિંગ સાથે જોડાયેલી ખાનગી માહિતીની પણ ચોરી કરે છે.

આ પણ વાંચો - Google Pixel Fold વર્ષના અંતમાં થઇ શકે છે લોન્ચ, સેમસંગને આપશે ટક્કર!

CERT-inએ જણાવ્યું કે, આ માલવેર યૂઝર્સના ફોનમાં નાખવા માટે એક ટેક્સ મેસેજ મોકલવામાં આવે છે અને તેમાં એક લિંક પણ શેર કરવામાં આવે છે. જેના પર ક્લિક કરતા જ યૂઝર્સ ઇન્કમ ટેક્સની ફેક વેબસાઇટમાં પહોંચી જાય છે. ત્યાર બાદ યૂઝરને વાયરસ વાળી એક APK ફાઇલને ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે. ઇન્સ્ટોલ પૂર્ણ થતા જ યૂઝર્સ પાસેથી SMS, કોલ લોગ અને કોન્ટેક્ટની સાથે અનેક જરૂરી વિગતો માટે એક્સેસ માંગવામાં આવે છે. એક્સેસ મળતા જ તમારો ફોન હેકર્સના કન્ટ્રોલમાં આવી જાય છે, અને તમને તેની જાણ પણ હોતી નથી.
First published: