સરકારે જાહેર કરી ચેતવણી, Whatsapp મેસેજ પર આ લિંકને ભૂલથી પણ ના કરતા ક્લિક
સરકારે જાહેર કરી ચેતવણી, Whatsapp મેસેજ પર આ લિંકને ભૂલથી પણ ના કરતા ક્લિક
પ્રતિકાત્મક તસવીર
કોરોનાના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. બીજી તરફ બેરોજગારીના કારણે છેતરપિંડીના કેસ પણ વધ્યા છે આવા જ એક મામલે સરકારે લોકોને ચેતવ્યા છે.
વોટ્સઅપ સમેત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ છેતરપિંડીની ઘટનામાં વધારો થયો છે. કોરોના કાળે અને બેરોજગારીની સ્થિતિના કારણે અનેક લોકો અપરાધ તરફ વળ્યા છે. સરકારની તરફથી આવા સાઇબર અપરાધીઓને ખુલ્લા પાડવા માટે લોકોને સચેત કરવાામાં આવી રહ્યા છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલી એક ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સઅપ મેસેજ પર એક લિંક મોકલીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે.
સાઇબર અપરાધી તેવી ખોટી લિંક બનાવી છે જેમાં સરકારની તરફથી કોરોના મહામારી રાહત ફંડ માટે વાત કરીને મેસેજ મોકલવામાં આવે છે અને આ રીતે લોકોને છેતરવામાં આવે છે. આ મેસેજ માટે યુઝર્સને લિંક મોકલવામાં આવે છે. જે પર ક્લિક કરતા તમને કેટલીક જરૂરી ડિટેલ ભરવાનું કહેવામાં આવે છે. જો તમે સાઇબર અપરાધીઓના આ પ્રલોભનમાં આવી પોતાની વ્યક્તિગત જાણકારી શેર કરી તો કોઇ પણ તમારી સાથે સાઇબર ફ્રોડ કરી શકે છે.
સરકારની તરફથી PIB Fact Checkએ ટ્વિટલ હેન્ડલ પર જાણકારી આપી છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે આવા મેસેજ સંપૂર્ણ પણે ફેક એટલે નકલી, ખોટા છે. સરકાર કોવિડ 19ને લઇને કોઇ ફંડ જાહેર નથી કર્યો. અને તેમણે આ દ્વારા લોકોને એલર્ટ રહેવાનું કહ્યું છે. ટ્વિટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભૂલથી પણ આ પ્રકારના મેસેજ કોઇને ફોરવર્ડ ના કરતા.
Claim: A message circulating on #WhatsApp claims that the Government has ordered payment of ₹130,000 as #Covid funding to all citizens above the age of 18.#PIBFactCheck: The claim is #Fake. No such announcement has been made by the Government. pic.twitter.com/NF8dH08wLW
આ સિવાય આવી કોઇ લિંક પર ક્લિક ન કરવાની પણ લોકોને ખાસ સલાહ આપવામાં આવી છે. સરકારે ચેતવણી આપી છે કે આવા મેસેજથી તમારો ફોન હેક થઇ શકે છે. અને ડેટા ચોરી અને બેંક એકાઉન્ટથી પૈસાનો ઉપાડ જેવી ઘટના પણ થઇ શકે છે.
1.30 લાખ પ્રતિ વ્યક્તિ દેવાની વાત- સાઇબર અપરાધીઓએ આ ફેક મેસેજમાં 1.30 લાખ રૂપિયા કેન્દ્ર સરકારની તરફથી કોવિડ 19 ફંડની તરીકે તમામ નાગરિકોને આપવાની વાત કરી છે. ફેક મેસેજમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને આ ફંડ તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ આપવાની વાત કરી છે. અને સાથે જ જ્યારે તમે આવી જાણકારી ભરો છો તો તેનાથી તમને જ લૂંટવામાં આવે છે.
સરકાર સમય સમય પર આવા ફેક મેસેજ મામલે એલર્ટ જાહેર કરે છે. આ સાથે જ તમને કોઇ અજાણ્યા નંબરથી મેસેજ આવે તો તેની પર વિશ્વાસ કરવા કે પછી તેને ફોરવર્ડ કરવાની ભૂલ ના કરતા.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર