'બ્લૂ વ્હેલ' અને 'મોમો'થી બાળકોને બચાવવા સરકારે બનાવી નવી ગેમ

News18 Gujarati
Updated: September 24, 2018, 12:05 PM IST
'બ્લૂ વ્હેલ' અને 'મોમો'થી બાળકોને બચાવવા સરકારે બનાવી નવી ગેમ
પ્રતિકાત્મક તસવીર

સરકારે બ્લૂ વ્હેલ અને મોમો ચેલેન્જ જેવી ખતરનાક ગેમ્સના કારણે બાળકો સામે સાઇબર ગુનાઓની ઘટનાઓનો સામનો કરવા માટે એક ગેમ એપ્લિકેશન લોન્ચ કરી છે.

  • Share this:
સરકારે બ્લૂ વ્હેલ અને મોમો ચેલેન્જ જેવી ખતરનાક ગેમ્સના કારણે બાળકો સામે સાઇબર ગુનાઓની ઘટનાઓનો સામનો કરવા માટે એક ગેમ એપ્લિકેશન લોન્ચ કરી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે કહ્યું કે, સાઇબર ટ્રિવિયા એપમાં અનેક પ્રશ્નોનો એક સેટ હશે અને બાળકોને તેના જવાબોના આધારે પોઇન્ટસ મળશે.

રમત રમતમાં બાળકો શીખસે સાઇબર સુરક્ષાની રીતો

એનસીપીસીઆરના એક સભ્ય યશવંત જૈને કહ્યું કે, "આના થકી બાળકોને એક રસપ્રદ રીતે શિખવાડવામાં આવશે કે જો ઇન્ટરનેટ ઉપર કોઇ અજનબી તેની સાથે દોસ્તી કરશે તો તેની તસવીર માંગે છે. અથવા તો તેને કામ કરવા માટે કહે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઇએ." તેમના પ્રમાણે બ્લૂ વ્હેલ અને મોમો જેવા પડકારોના કારણે બાળકોના આત્મહત્યાના વધતા કિસ્સાઓને લડવા માટે આ ગેમ બનાવી છે.

જૈને કહ્યું કે, બાળકો આ દિવસોમાં પોતાના માતા-પિતાથી પણ વધારે તેજ થઇ ગયા છે. તેઓ સાઇબરની દુનિયામાં રહેલા ખતરાઓને સમજી નથી શકતા. તેમને આ અંગે શીખવવા માટે ઓનલાઇન ગેમની મદદ લઇ શકાય છે. એ જ કારણથી જ આ ગેમ બનાવી છે. બ્લૂ વ્હેલ અને મોમો ચેલેન્જ ભારતની સાથે સાથે દુનિયા ભરમાં અનેક બાળકોની આત્મહત્યાનું કારણ બની છે.

ટૂંક સમયમાં આ એપ સ્ટોર્સ ઉપર પણ ઉપલબ્ધ થશે

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડવાઇઝરી પ્રમાણે આ રમતોમાં નિર્માતા એવા લોકોને શોધે છે જે ડિપ્રેશનમાં છે. જેમાં સામેલ થવાના કારણે નિયંત્રણ મોકલે છે. પછી તે અજ્ઞાત ગ્રુપ એડમિન, પસંદ કરેલા ખેલાડીઓને ટાસ્ક આપે છે. જેમાં એક સમય મર્યાદા અંતર્ગત પુરું કરવાનું હોય છે. ખેલાડી ગેમ શરૂ કર્યા પછી બંધ કરી શકતા નથી.તેમનું કહેવું છે કે ખેલાડીને બ્લેકમેઇલ કરવામાં આવે છે. ગેમ પુરી કરવા માટે તેમને ધમકાવામાં આવે છે. ગેમના અંતમાં તેઓ આત્મહત્યા કરવાની હોય છે. આવી ખતરનાક ગેમ્સ સામે લડવા માટે સાઇબર ટ્રિવિયા લોન્ચ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ એપ એપ સ્ટોર ઉપર પણ વહેલી તકે મળી જશે.
First published: September 24, 2018, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading