ગુગલની આ એપમાં નવી ડિઝાઇન સાથે આવશે ડાર્ક મોડ ફિચર

News18 Gujarati
Updated: January 22, 2019, 3:36 PM IST
ગુગલની આ એપમાં નવી ડિઝાઇન સાથે આવશે ડાર્ક મોડ ફિચર
જાણકારોના મતે આ નવી ડિઝાઇન અલગ લુક અને ફીલ આપશે.

ગુગલની એપ, ગુગલ આસિસ્ટન્ટ ટુંક સમયમાં અપડેટ થઈ શકે છે. એપ અપડેટ થયા બાદ નવી ડિઝાઇન અને ડાર્ક મોડ ફિચર પણ મળશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: google આગામી દિવસોમાં તેની એપ્લિકેશન આસિસ્ટન્ટને નવા અવતારમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યું હોવાના સમાચાર છે. એવા સમાચાર મળી રહ્યાં છે કે કંપની પાછલા કેટલાક અઠવાડિયાથી નવી એપની ડિઝાઇનનું ટેસ્ટિંગ કરી રહી છે. જાણકારોના મતે આ નવી ડિઝાઇન અલગ લુક અને ફીલ આપશે. ગુગલ આસિસ્ટન્ટ દ્વારા હવે તમામ કાર્ડ્સ માટે રાઉન્ડેડ કૉર્નર મળશે.

નવી ડિઝાઇનમાં પેનલ અને એક્સપ્લોર બટનને મુખ્ય પેનલ સ્ક્રીનના તળિયે રાખી દેવાયું છે. જ્યારે એક્સપ્લોરના બટનને જમણી તરફ રાખવામાં આવ્યું છે. 9to5googleમાં છપાયેલા સમાચાર મુજબ યૂઝર્સ નવી એપ ગુગલના વર્ઝન V8.91માં અપડેટ થશે.

જોકે, આ બદલાવ યૂઝર્સની મુશ્કેલીઓ વધારી પણ શકે છે. ગુગલ લેન્સ બટન અને કીબોર્ડનું આઇકન માઇક્રોફોનની નજીક રાખવામાં આવ્યું છે. જ્યારે માઇક્રોફોનના આઇકન પર ટૅપ કરશો તો ગુગલ લેન્સ અને કિબોર્ડ આઇકન છપાયેલું જોવા મળશે. લેન્સ અને કિબોર્ડ ઓપન કરવા માટે તમારે ફરી માઇક્રોફોનના આઇકન પર ક્લિક કરવાનું રહેશે.

આ ઉપરાંત ગૂગલ આસ્ટિટન્માં ડાર્ક મોડ ફિચરનો ઉમેરો કરવામાં આવશે. Android Q leaks દ્વારા પહેલાં જ આ બાબતને કન્ફર્મ કરવામાં આવી હતી કે ગુગલે તેની નવી ઑપરેટિંગ સિસ્ટમ ડાર્ક મોડ સાથે અપડેટ કરશે.
First published: January 22, 2019
વધુ વાંચો
अगली ख़बर