Home /News /tech /Android Auto Appમાં થયો મોટો ફેરફાર, યુઝર્સ એક સાથે કરી શકશે ઘણાં બધા ફીચર્સનો ઉપયોગ
Android Auto Appમાં થયો મોટો ફેરફાર, યુઝર્સ એક સાથે કરી શકશે ઘણાં બધા ફીચર્સનો ઉપયોગ
એન્ડ્રોઇડ ઓટોની નવી અપડેટ જલ્દી રિલીઝ કરવામાં આવશે.
Android Auto App: એન્ડ્રોઇડ ઓટોની નવી અપડેટ જલ્દી રિલીઝ કરવામાં આવશે. નવું 3 સ્પ્લિટ સ્ક્રીન મોડ આ સમરમાં રિલીઝ થવાની શક્યતા છે. યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકશે.
Android Auto App: ગૂગલ (Google)એ ઇન-વ્હીકલ એપ એન્ડ્રોઇડ ઓટો(Android Auto App)ને અપડેટ કરી દીધી છે. આ અપડેટ બાદ એન્ડ્રોઇડ ઓટોના ઇન્ટરફેસમાં મોટો ફેરફાર થઈ ગયો છે. તેમાં હવે સ્પ્લિટ સ્ક્રીન ફીચર એડ થઈ ગયું છે. તેનાથી હવે ઇન્ટરફેસ ત્રણ ભાગોમાં વહેંચાઈ જશે અને ત્રણેય પર અલગ-અલગ જાણકારી જોવા મળશે. નવા સ્પ્લિટ સ્ક્રીન ઇન્ટરફેસની મદદથી હવે ડ્રાઇવર એક સાથે મીડિયા, નેવિગેશન અને કમ્યુનિકેશન ફીચર્સનો ઉપયોગ કરી શકશે.
એન્ડ્રોઇડ ઓટોની નવી અપડેટ જલ્દી રિલીઝ કરવામાં આવશે. નવું 3 સ્પ્લિટ સ્ક્રીન મોડ આ સમરમાં રિલીઝ થવાની શક્યતા છે. યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકશે. એન્ડ્રોઇડ ઓટો કાર એન્ટરટેઇનમેન્ટ અને નેવિગેશન હેડ યુનિટ માટે એક ડ્રાઇવિંગ કમ્પેનિયન એપ છે. તેનું કામ ડ્રાઇવરને એ તમામ જાણકારી ઉપલબ્ધ કરાવવાનું છે, જેની જરૂરિયાત ડ્રાઇવરને હોય છે. ગૂગલે 2014માં એને લોન્ચ કર્યું હતું. ડેશબોર્ડ સાથે સ્માર્ટફોનને કનેક્ટ કરીને કારની નેવિગેશન સિસ્ટમને યુઝ કરી શકાય છે.
એન્ડ્રોઇડ ઓટોમાં આવેલી આ નવી અપડેટથી હવે આ એપનો ઉપયોગ કરવો વધુ સુવિધાજનક તો થઈ જ જશે, સાથે જ ઘણાં નવા ફીચર્સ પણ યુઝર્સને મળશે. હવે સ્ક્રીન ત્રણ ભાગોમાં જોવા મળશે. સ્ક્રીનના સૌથી મોટા હિસ્સા પર મેપ્સ (Maps) અને નેવિગેશન (Navigation) શો થશે. સ્ક્રીનના બીજા નાના ભાગ પર મ્યુઝિક, પોડકાસ્ટ અને ઓડિયો કંટ્રોલ શો થશે, તો સૌથી નાની સ્ક્રીન પર ગૂગલ અસિસ્ટન્ટ (Google Assistant)ના સજેશન જોવા મળશે.
ગૂગલનું કહેવું છે કે નવા સ્પ્લિટ સ્ક્રીન ફીચરથી એન્ડ્રોઇડ ઓટોનું ઇન્ટરફેસ વધુ સુવિધાજનક થઈ ગયું છે. તેનાથી ડ્રાઇવરને વધારે જલ્દી ડાયરેક્શન મેળવવામાં અને મીડિયાને સરળતાથી કન્ટ્રોલ કરવામાં મદદ મળશે, સાથે જ ઘણાં બધા ફંક્શનનો યુઝ પણ ઝડપથી થઈ શકશે. હવે યુઝર્સ નવા ઇન્ટરફેસ પર ક્લોક, અંદાજિત જર્ની ટાઈમ, ટેક્સ્ટ અને ફોન નોટિફિકેશન જોઈ શકશે. આ ઉપરાંત ગૂગલ અસિસ્ટન્ટ પણ મેસેજને વાંચી શકશે અને તમારા અવાજમાં તેનો રિપ્લાય પણ આપી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર