Home /News /tech /Google Trends: 2021માં ગૂગલ પર Appleના આ સ્માર્ટફોન્સ થયા સૌથી વધુ સર્ચ

Google Trends: 2021માં ગૂગલ પર Appleના આ સ્માર્ટફોન્સ થયા સૌથી વધુ સર્ચ

આઈફોન 12 (પ્રતીકાત્મક તસવીર)

Google Trends 2021: આઈફોન અંગે લોકોએ ઘણું બધું સર્ચ કર્યું હતું. જેથી અહીં ગૂગલ (Google) પર સૌથી વધુ સર્ચ થયેલા આઈફોન અંગે જાણકારી આપવામાં આવી છે.

મુંબઈ: ભારતમાં આઈફોન (Apple iPhone) શોખ અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલા છે. લોકોના આકર્ષણના કારણે આઈફોન (iPhone selling)નું વેચાણ વધ્યું છે. આ સાથે વિવિધ બેંકો અને ફાઈનાન્સ કંપનીઓ દ્વારા ખરીદીમાં સરળ હપ્તા (EMI on iPhone purchase) કરી આપવામાં આવતા હોવાથી આઈફોન વસાવવા સરળ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત બેંકો દ્વારા કેશબેક અને ડિસ્કાઉન્ટ (Cashback on iPhone purchase)નો લાભ પણ અપાય છે.

ચાલુ વર્ષે એપલ દ્વારા આઈફોન 13 સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ચાર નવા મોડેલ લવાયા હતા અને આઈફોન 11 તથા આઈફોન 12 સિરીઝની કિંમતમાં ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં આઈફોન વધુ ખ્યાતનામ થયા હતા અને આઈફોન અંગે લોકોએ ઘણું બધું સર્ચ કર્યું હતું. જેથી અહીં ગૂગલ (Google) પર સૌથી વધુ સર્ચ થયેલા આઈફોન અંગે જાણકારી આપવામાં આવી છે.

એપલ આઈફોન 13 (Apple iPhone 13)

આ ફોનની કિંમત રૂ.79,000 છે. જેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે, 12એમપી વાઇડ અને અલ્ટ્રા વાઇડ બેક તેમજ નાઇટ મોડ સાથે 12એમપી ટ્રુડેપ્થ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. આ સાથે અદ્યતન ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ, ફોટોગ્રાફિક સ્ટાઇલ્સ, સ્માર્ટ HDR 4, નાઇટ મોડ, 4K ડોલ્બી વિઝન HDR રેકોર્ડિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં A15 બાયોનિક ચિપ, 19 કલાક સુધી વિડિઓ પ્લેબેક, IP68 વોટર રેઝિસ્ટન્સ, IOS 15 જેવા ઢગલાબંધ ફીચર્સ મળે છે.

એપલ આઈફોન 12 પ્રો (Apple iPhone 12 Pro)

આ આઈફોનની કિંમત રૂ. 119,900 છે. ફોનમાં 6.1 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, A14 બાયોનિક ચિપ,128 અથવા 256 અથવા 512GB ROM સાથે 6GB RAM, 12MP + 12MP + 12MP ટ્રિપલ કેમેરા અને 12MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવે છે. આ ઉપરાંત ફેસ આઈડી બ્લૂટૂથ 5.0, એલટીઇ સપોર્ટ, IP68 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ, વાયરલેસ ચાર્જિંગ, લી-આઓન 2815 mAhની નોન-રિમૂવેબલ બેટરી મળે છે.

એપલ આઈફોન 12 પ્રો મેક્સ (Apple iPhone 12 Pro MAX)

આ ડીવાઈસની કિંમત રૂ. 1,29,900 છે. તેમાં 6.1 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, A14 બાયોનિક ચીપસેટ 128/256/512GB ROM અને 6GB રેમની ક્ષમતા મળે છે. તેમજ 12MP + 12MP + 12MP ટ્રિપલ કેમેરા તેમજ 12MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવે છે. આ ફોનમાં ફેસ આઈડી, બ્લુટુથ 5.0, એલટીઇ સપોર્ટ IP68 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ, એનિમોજી, વાયરલેસ ચાર્જિંગ તેમજ 3687 mAhની નોન-રિમૂવેબલ બેટરી મળે છે.

એપલ આઈફોન 12 મીની (Apple iPhone 12 Mini)

આ ફોનની કિંમત રૂ. 59,900 છે. તેમાં 5.4 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, 128GB રોમ, 12MP + 12MP રિયર કેમેરા તેમજ 12MP ફ્રન્ટ કેમેરા, નેક્સ્ટ જનરેશન ન્યુરલ એન્જિન પ્રોસેસર અને A14 બાયોનિક ચિપ, IP68 વોટર રેઝિસ્ટન્સ અને OLED ડિસ્પ્લે તેમજ 2227 mAhની નોન-રિમૂવેબલ બેટરી મળે છે.

એપલ આઈફોન 12 (Apple iPhone 12)

આ ડીવાઈસની કિંમત રૂ. 65,900ની આસપાસ છે. તેમાં પણ 6.1 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, A14 બાયોનિક ચિપ, 64/128/256 GB રોમ અને 6GB રેમ, 12MP + OIS સાથે 12MP ડ્યુઅલ કેમેરા તથા 12MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા, ફેસ આઈડી, બ્લુટુથ 5.0, એલટીઇ સપોર્ટ IP68 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ, એનિમોજી, વાયરલેસ ચાર્જિંગ તેમજ 2815 mAhની નોન-રિમૂવેબલ બેટરી મળે છે.

આ પણ વાંચો: Wireless charging: ભારતમાં મળતા ટોપ 10 વાયરલેસ ચાર્જિંગ સ્માર્ટફોન, Samsung, Apple સહિતની કંપનીઓના મોડલ સામેલ

એપલ આઈફોન 13 (Apple iPhone 13)

આ ફોન રૂ. 79,900ની આજુબાજુ મળી રહ્યો છે. તેમાં ગ્રાહકોને 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે 12MP વાઇડ અને અલ્ટ્રા વાઇડ કેમેરા, 12MP ટ્રુડેપ્થ ફ્રન્ટ કેમેરા, A15 બાયોનિક ચિપ, 19 કલાક સુધી વિડિઓ પ્લેબેક, IP68 વોટર રેઝિસ્ટન્સ તેમજ 3240 mAhની નોન-રિમૂવેબલ બેટરી મળે છે.

એપલ આઈફોન 13 મીની (Apple iPhone 13 Mini)

આ ફોન રૂ. 69,900ની આસપાસ વેચાય છે. તેમાં 5.4 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે, 12MP વાઇડ અને અલ્ટ્રા વાઇડ કેમેરા સાથે અદ્યતન ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ, ફોટોગ્રાફિક સ્ટાઇલ્સ, સ્માર્ટ HDR 4, નાઇટ મોડ, 4K ડોલ્બી વિઝન HDR રેકોર્ડિંગ તેમજ નાઇટ મોડ સાથે 12MP ટ્રુડેપ્થ ફ્રન્ટ કેમેરા, A15 બાયોનિક ચિપ મળે છે. આ ફોન IP68 વોટર રેઝિસ્ટન્સ, 2438 mAhની બેટરી મળે છે.

આ પણ વાંચો: Apple iCloud, Twitter અને Minecraft પર હેકિંગનો ખતરો, જોવા મળ્યો એક ગંભીર Bug

એપલ આઇફોન 13 પ્રો મેક્સ (Apple iPhone 13 Pro Max)

આ ડીવાઈસ રૂ. 1,29,900માં મળી રહી છે. તેમાં 6.7 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે, 12એમપી રિયર કેમેરા નાઇટ મોડ તેમજ 12MP ટ્રુડેપ્થ ફ્રન્ટ કેમેરા, 4K ડોલ્બી વિઝન HDR રેકોર્ડિંગ, પાવરફુલ A15 બાયોનિક ચિપ મળે છે. આ સાથે ફોનમાં ગ્રાહકોને 28 કલાક સુધી વિડિઓ પ્લેબેક, આકર્ષક ડિઝાઇન, IP68 વોટર રેઝિસ્ટન્સ ક્ષમતા અને 4352 mAhની નોન-રિમૂવેબલ બેટરી મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, IPhone, ગૂગલ, મોબાઇલ, સ્માર્ટફોન

विज्ञापन
विज्ञापन