Google Trends 2020: ભારતમાં ગૂગલ પર આ વર્ષે કોરોના અને સુશાંતની જગ્યાએ આ વસ્તુને સૌથી વધુ સર્ચ કરાઇ

Google Trends 2020: ભારતમાં ગૂગલ પર આ વર્ષે કોરોના અને સુશાંતની જગ્યાએ આ વસ્તુને સૌથી વધુ સર્ચ કરાઇ
પ્રતિકાત્મક તસવીર

Google 2020 Year in Search : ભારતમાં આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ક્વેરીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમે પણ જાણો કંઇ વસ્તુને સૌથી વધુ કરાઇ ગૂગલ પર સર્ચ.

  • Share this:
    Googleએ દુનિયાનું સૌથી પોપ્યુલર Year In Search લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આખા વર્ષ દરમિયાન ગૂગલમાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ ગૂગલ 2020 Year in Search જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ભારતમાં ટોપ સર્ચથી લઇને ટોપિક્સ, ઇવેન્ટ, લોકો અને જગ્યા વિષે જણાવવામાં આવ્યું છે. ગૂગલના આ લિસ્ટમાં કેટલીક વસ્તુઓ ખરેખરમાં ચોંકવનારી છે. તમામ સર્ચ ક્વેરી અને લિસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતનું નામ નથી જે ખૂબ જ નવાઇની વાત છે કારણ કે આ વર્ષે અનેક મહિના સુધી સોશિયલ મીડિયા પર Sushant Singh Rajput ટ્રેન્ડ કરતું હતું.

    ગૂગલના ગ્લોબલ ડેટા જાહેર કર્યો છે જેમાં તે પણ જાણવા મળ્યું છે કે દુનિયાભરના લોકોએ સૌથી વધુ Coronavirus વિષે સર્ચ કર્યું છે. પણ ભારતમાં તેવું નથી. ભારતમાં કોરોના વાયરસ ટોપ સર્ચમાં નથી. લોકો IPL વિષે વધુ સર્ચ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ દુનિયાભરમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ટ્રેન્ડ ટોપિક્સની વાત કરીએ તો ઇલેક્શન રિઝલ્ટ્સ, કોબ બ્રાયંટ, જૂમ અને IPLને દુનિયામાં સૌથી સર્ચ કરવામાં આવ્યું છે.



    ભારતમાં ટૉપ ટ્રેન્ડિંગ ટોપિક્સ
    Indian Premier League
    coronavirus
    US election results
    PM Kisan Yojana
    Bihar election results
    Delhi election results
    Dil Bechara
    Joe Biden
    Leap day
    Arnab Goswami

    ટૉપ ટ્રેન્ડિંગ ફિલ્મ
    Dil Bechara
    Soorarai Pottru
    ટૉપ પર્સનાલિટીનું લિસ્ટ
    Joe Biden
    Arnab Goswami
    કંઇ કેટેગરી ટોપ પર રહી
    How to make paneer
    How to increase immunity
    Near Me કેટેગરી
    Food shelters near me
    COVID test near me

    આ સિવાય ગાયક કનિકા કપૂર, અમિતાભ બચ્ચન, કંગના રનૌત, રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડેને પણ ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવી. યુએસ ઇલેક્શન અને બિહાર ઇલેક્શન વિષે પણ લોકોએ ખૂબ રસ બતાવ્યો.

    સાથે જ How to કેટેગરીના લિસ્ટમાં What is Binod?, What is plasma therapy? અને What is hantavirus? ટોપ પર રહ્યા છે.
    Published by:Chaitali Shukla
    First published:December 10, 2020, 10:41 am

    ટૉપ ન્યૂઝ