Home /News /tech /એન્ડ્રોઇડ ફોન માટે ડિજિટલ વેક્સીન કાર્ડ લાવવાની તૈયારી કરી રહ્યું છે ગૂગલ

એન્ડ્રોઇડ ફોન માટે ડિજિટલ વેક્સીન કાર્ડ લાવવાની તૈયારી કરી રહ્યું છે ગૂગલ

Google Maps વિશેની આ જાણકારી ખૂબ ઉપયોગી નિવડશે.

યૂઝર તેમના ફોન પર વેક્સીનેશન અથવા કોવિડ-19ના સ્ટેટસને સ્ટોર કરી શકશે અને ગમે ત્યારે એક્સેસ પણ કરી શકશે

    નવી દિલ્હી : દિગ્ગજ ટેક કંપની ગૂગલ(Google) એન્ડ્રોઇડ ફોન યૂઝર માટે ડિજિટલ વેક્સીન કાર્ડ(Digital Vaccine Card) લાવવાની તૈયારી કરી રહ્યું છે. યૂઝર તેમના ફોન પર વેક્સીનેશન અથવા કોવિડ-19ના સ્ટેટસને સ્ટોર કરી શકશે અને ગમે ત્યારે એક્સેસ પણ કરી શકશે. આ સુવિધા ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે જ્યાં સુધી સરકારી સંસ્થા ગૂગલના નવા ટૂલ પર યૂઝરના રેકોર્ડ્સને ડિજિટલરૂપે સામેલ કરતું રહેશે.

    ગૂગલનું આ ફીચર ટૂંક સમયમાં અમેરિકામાં શરૂ થવા જઈ રહ્યું છે અને થોડા સમયમાં અન્ય દેશોમાં પણ શરૂ કરવામાં આવશે. ગૂગલે હજુ સુધી તે દેશોના નામનો ખુલાસો કર્યો નથી. ગૂગલે કહ્યું કે આ ફીચરમાં યૂઝરની કોઈપણ જાણકારીની કોપી પોતાની પાસે નહીં રાખે.

    જે રાજ્યોએ તેમની સિસ્ટમના માધ્યમથી ડિજિટલ કાર્ડને સુલભ અને સામાન્ય બનાવવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે તે રાજ્યોમાં કેલિફોર્નિયા સામેલ છે. ટેકનોલોજી કંપનીઓએ ડિજિટલ વેક્સીન પાસપોર્ટના લાભોને આગળ વધાર્યા છે. કેટલીક કંપનીઓ અને સ્થાનોને આ પુરાવાની ખાસ આવશ્યકતા હોય છે. જેમાં ખોટા કાર્ડ પહેલાથી જ એક સમસ્યા બની ગયા છે.

    મહામારીની શરૂઆતમાં ગૂગલ અને એપલે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રોગ સંપર્કની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર અને ઉપભોક્તાઓ સાથે કરવામાં આવેલ પ્રયાસનું કંઈપણ પરિણામ મળ્યું નથી. ગૂગલે કહ્યું કે Healthvana Inc. એક મેડિકલ ડેટા કંપની, લોસ એન્જલસમાં ગૂગલની સિસ્ટમનો અત્યારે પણ ઉપયોગ કરી રહી છે.

    વેક્સીન પાસપોર્ટ શું છે

    આ પાસપોર્ટ કે કાર્ડ પરથી તમે કોવિડ-19 વેક્સીન લીધી છે કે નહીં તેની અને તમારો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે તેની માહિતી જાણી શકાય છે. આ કાર્ડ તમને સ્ટેડિયમ અને તે દેશોમાં જવામાં મદદ કરશે જે દેશ સુરક્ષિત રૂપે અન્ય દેશ માટે તેમની હદોને ખોલવાનું વિચારી રહ્યા છે. આ કાર્ડ આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રતિબંધને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. તમે કોવિડ વેક્સીન લીધી છે તેના પુરાવા રૂપે તમે આ વેક્સીન કાર્ડ બતાવી શકો છો.
    First published:

    Tags: Android, Android phones, Digital vaccine, Phone, ગૂગલ