Home /News /tech /

Gmail લાવી રહ્યું છે કમાલનું ફિચર, તમે રજા પર છો તો મોકલનારને મળશે એલર્ટ

Gmail લાવી રહ્યું છે કમાલનું ફિચર, તમે રજા પર છો તો મોકલનારને મળશે એલર્ટ

આ સુવિધાનું વૈશ્વિક લોન્ચિંગ 16 સપ્ટેમ્બરના રોજ થશે.

નવા અપડેટ પછી કોઈ જીમેલ યૂઝર્સ રજા પર છે, તો Gmail અથવા હેંગઆઉટ ચેટ દ્વારા તેનો સંપર્ક કરનારા અન્ય યૂઝર્સઓને નોટિફિકેશન મળશે કે તે રજા પર છે.

    ગૂગલ છેલ્લા ઘણા મહિનાઓથી સતત તેના Gmailને બદલી રહ્યું છે. થોડા દિવસો પહેલા ગૂગલે Gmailમાં ઇ-મેલ શેડ્યૂલ કરવાની સુવિધા આપી છે, હવે ગૂગલ ટૂંક સમયમાં જ Gmail માં એક નવી અને જરુરી કામની સુવિધા રજૂ કરશે.

    જો નવા અપડેટ પછી કોઈ જીમેલ યૂઝર્સ રજા પર છે, તો Gmail અથવા હેંગઆઉટ ચેટ દ્વારા તેનો સંપર્ક કરનારા અન્ય યૂઝર્સઓને નોટિફિકેશન મળશે કે તે રજા પર છે.

    ગૂગલના એક નિવેદન અનુસાર શરૂઆતમાં આ સુવિધા જી-સ્યુટ એટલે કે ગૂગલ એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે રજૂ કરવામાં આવશે. આ સુવિધાનું વૈશ્વિક લોન્ચિંગ 16 સપ્ટેમ્બરના રોજ થશે. જો કે ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જી-સ્યુટ પર સફળ થયા પછી તેને સામાન્ય યૂઝર્સ માટે પણ રજૂ કરવામાં આવશે.

    આ પણ વાંચો: Jio Gigafiber: આ ગ્રાહકોને શરુઆતમાં બે મહિના મફતમાં મળશે સેવા



    નવા અપડેટ પછી જો તમે વેકેશન પર જાવ છો, તો તમારે ગૂગલ કેલેન્ડરમાં 'આઉટ ઓફ ઓફિસ' એન્ટ્રી કરવી પડશે. ત્યાર બાદ જલદી કોઈ હેંગઆઉટ દ્વારા તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે, તેને 'ઓઓઓ' નું સ્ટેટસ જોવા મળશે, જ્યારે Gmail મોકલનાર યૂઝર્સને કંપોઝ વિન્ડોમાં આઉટ ઓફ ઓફિસનું બેનર દેખાશે.

    તમારે ગૂગલ કેલેન્ડરમાં 'આઉટ ઓફ ઓફિસ' એન્ટ્રી કરવી પડશે.


    આ પણ વાંચો: Appleની નવી સ્કીમ, હવે ગ્રાહક સસ્તામાં ખરીદી શકશે iPhones!

    આ પહેલા જીમેલમાં ઇ-મેલ શેડ્યુલ સુવિધા રજૂ કરી હતી. તમને કોઇને ઈ-મેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ મહત્વની મીટિંગમાં બેઠા હોઈએ અને એવા સમયે આપણે કોઈ ઈ-મેલ કરવાનો હોય તો તમે જી-મેલને પહેલાજ શેડ્યુલ કરી શકો છો. ગયા વર્ષે ગૂગલનું આ ફિચર આવ્યું છે. જેની મદદથી તમે તમારી મરજી અનુસાર મોકલેલા ઇ-મેલને શેડ્યુલ કરી શકો છો. બહુ ઓછા યૂઝર્સને આ ફિચરની જાણ હશે. આ ગૂગલની ઈ-મેલ સર્વિસનું આ સૌથી કામનું ફિચર છે.

    આ પહેલાં જે રાઇટ-ક્લિક મેનૂ હતું. તેમાં યૂજર્સને ફક્ત ત્રણ વિકલ્પ-આર્કાઇવ, માર્ક એઝ અનરીડ અથવા ડિલિટ મળતા હતા. નવા વધારાના વિકલ્પોમાં એક જ સેન્ડર દ્વારા અથવા એક જ સમયમાં એક જ વિષયથી બધા ઇમેલ્સમાંથી સર્ચ કરવાનો વિકલ્પ સામેલ થશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Gmail, ગૂગલ, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन