હવે માત્ર માતા-પિતા જ નહીં Google પણ નક્કી કરશે કે શું જોશે અને શું નહીં, જુઓ ગૂગલના નવા નિયમ

Google Play Store પર નવું સેફટી સેક્શન

બાળકોની ઈન્ટરનેટની લત કઈ રીતે છોડાવવી તેના રસ્તા શોધી રહ્યા છે. ત્યારે Google દ્વારા બાળકોના પેરેન્ટ્સને રાહત મળે તેવો નિર્ણય લેવાયો છે.

  • Share this:
Tech News: મોબાઈલ ફોનનો ઉપયોગ વધતાની સાથે સોશિયલ મીડિયા, મેસેજિંગ સર્વિસ અને ગેમિંગ સહિતની પ્રવૃત્તિમાં બાળકો વ્યસ્ત થઈ રહ્યા છે. બાળકો ખેલકૂદના બદલે ઈન્ટરનેટમાં જ રચ્યાપચ્યા રહે છે. પરિણામે માતાપિતા ચિંતા કરી રહ્યા છે અને બાળકોની ઈન્ટરનેટની લત કઈ રીતે છોડાવવી તેના રસ્તા શોધી રહ્યા છે. ત્યારે Google દ્વારા બાળકોના પેરેન્ટ્સને રાહત મળે તેવો નિર્ણય લેવાયો છે. Google થોડા સમયમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની દ્વારા ગૂગલ એકાઉન્ટ (Google Accounts) બાબતે ફેરફાર કરશે. જેમાં ગૂગલનો હેતુ બાળકોને ઓનલાઈન ફ્રોડ (Online Fraud)થી બચાવવાનો છે.

વિશ્વની ટોચની ટેક કંપની Google દ્વારા બુધવારે બ્લોગ પોસ્ટમાં આ બાબતે જાણકારી આપવામાં આવી હતી. ગૂગલે બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, કંપની સગીરોને ઉંમર સાથે સંવેદનશીલ એડવર્ટાઈઝમેન્ટ કેટેગરીને દેખાડતી રોકવા માટે સુરક્ષા ઉપાયમાં વિસ્તાર કરશે. તેમજ કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે લિંગ આધારિત એડવર્ટાઈઝમેન્ટ રોકશે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, અમે આગામી મહિનાઓમાં વૈશ્વિક સ્તરે આ અપડેટને રોલ આઉટ કરવાનું શરૂ કરીશું. અમે Google પર એડવર્ટાઈઝમેન્ટ માટે વધુ સુરક્ષા આપી રહ્યા છીએ.

મર્યાદિત ફિચરનો જ થઈ શકશે ઉપયોગ

નવા નિયમ મુજબ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું સ્ટાન્ડર્ડ Google એકાઉન્ટ બની શકશે નહીં. તેમને ગૂગલ એકાઉન્ટમાં મર્યાદિત ફીચરનો ઉપયોગ કરવા દેવાશે. દા.ત., 13થી 17 વર્ષના બાળકો YouTube ડિફોલ્ટ અપલોડનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત તે ડિજિટલ વેલબિઈંગ ફીચર્સને વધુ સારી રીતે રજૂ કરશે તથા વ્યવસાયિક સામગ્રી બાબતે સુરક્ષા ઉપાય અને શિક્ષણ આપશે. જે વિષયને પસંદ કરવામાં આવશે તે જ Google સર્ચ લિસ્ટમાં જોવા મળશે.

આ પણ વાંચો10,000 mAhની PB X-31 પાવરમેક્સ પાવરબેન્ક લોન્ચ, 500 લાઈફ સાઈકલ્સ સહિત અન્ય વિશેષ ફીચરનો લાભ મળશે

Google Play Store પર નવું સેફટી સેક્શન

Google બાળકોની સુરક્ષા માટે સેફ સર્ચ (SafeSearch) નામનું ફીચર લઈ આવશે. જેમાં બાળકોના Google એકાઉન્ટ ફેમિલી સાથે લિંક રહેશે અને તેના કારણે બાળકો શું સર્ચ કરે છે તેની જાણ માતા-પિતાને થતી રહેશે. Googleના કિડ્સ એન્ડ ફેમેલી સેક્સનના મેનેજર Mindy Brooks કહે છે કે, અમને આશા છે કે આ પ્રકારના પ્રયાસોથી કયો ડેટા ઉપયોગ માટે સુરક્ષિત છે અને તેને કઈ રીતે ઉપયોગ કરવો તે સમજવામાં બાળકોને મદદ મળશે.
First published: