ગૂગલે પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક ગૂગલ પ્લસને બંધ કરવાનું જાહેર કર્યું છે. આ નિર્ણય એક બગને કારણે લેવામાં આવ્યો છે. જેના કારણે આશરે પાંચ લાખ યૂઝર્સના ડેટા જાહેર થવાનો ડર હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બગ સિસ્ટમમાં બે વર્ષથી રહેલો છે અને તે બહારના ડેવલોપર્સને કારણે આવ્યો હતો.
ગૂગલે કહ્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટને બંધ કરતા પહેલા તેણે આ બગને ઠીક કરી દીધો છે. અમેરિકાની નામાંકિત ઇન્ટરનેટ કંપનીએ કહ્યું કે ગ્રાહકો માટે 'ગૂગલ+' નો સૂર્યાસ્ત થઇ ગયો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પડકાર આપવામાં નિષ્ફળ રહી હતી.
ગૂગલના એક પ્રવક્તાએ 'ગૂગલ+'ને બંધ કરવાનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, "'ગૂગલ+'ને બનાવવાથી લઇને તેને ચલાવવામાં ઘણા પડકારો હતાં. જેના ગ્રાહકોની આશા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ આનો ઉપયોગ ઓછો થતો હતો. આ જ તેના બંધ થવાનું સાચું કારણ છે."
આ જાહેરાત બાદ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 2.6 ટકાનો કડાકો દેખાયો છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, 'અમને તે વાતનું કોઇ સબૂત ન મળ્યું કે કોઇ ડેવલોપરને બગ અંગે કોઇ જાણકારી હતી કે તેમણે એપીઆઈનો દુરૂપયોગ કર્યો. કોઇ પ્રોફાઇલના ડેટાના દુરૂપયોગનું પણ કોઇ સબૂત નથી. '
આ મામલામાં ગૂગલની લિગલ અને પોલીસી સ્ટાફ ટીમે એક મીમો તાયાર કર્યો હતો અને તેને કંપનીના સિનિયર એક્ઝુકીટીવ સાથે શેર કર્યો હતો. જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે આ મામલાના ખુલાસાથી ખરાબ અસર પડશે. ફેસબુક લીક સાથે તેની તુલના થશે અને પછી ઘણી તપાસ શરૂ થઇ શકે છે. આ અંગે ગૂગલના સીઈઓ સુંદર પીચાઇને પણ સૂચના આપી દેવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર