TikTokને ટક્કર આપવા Google લાવી રહ્યું છે આ App, 15 નહીં 30 સેકન્ડનો બનાવી શકશો વીડિયો

News18 Gujarati
Updated: October 6, 2019, 1:12 PM IST
TikTokને ટક્કર આપવા Google લાવી રહ્યું છે આ App, 15 નહીં 30 સેકન્ડનો બનાવી શકશો વીડિયો
આ ફાયર યૂઝર્સને 30-સેકન્ડનો વીડિયો બનાવવાની મંજૂરી આપે છે.

યૂઝર્સો ટિકટૉક (Tiktok) પર 15-સેકન્ડનો ટૂંકો વીડિયો બનાવી શકે છે, તે ફાયર યૂઝર્સને 30-સેકન્ડનો વીડિયો બનાવવાની મંજૂરી આપે છે.

  • Share this:
દિગ્ગજ કંપની ગૂગલ (google)અમેરિકાની સોશિયલ વીડિયો ઍપ ફાયરવર્ક (social video app firework) ખરીદવાની યોજના બનાવી રહી છે. સમાચારો અનુસાર, આ ઍપ્લિકેશન, તેના લોકપ્રિય પ્લેટફોર્મ ટિકટૉકની જેમ, ટૂંકો વીડિયોઝ બનાવવા અને શેર કરવામાં યૂઝર્સને મદદ કરે છે.

વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર મુજબ, ચીનની માઇક્રો-બ્લૉગિંગ પ્લેટફોર્મ વેઇબોએ પણ ફાયરવર્ક ખરીદવામાં રસ દાખવ્યો છે, પરંતુ ગૂગલ સાથે આગળની વાતચીત ચાલુ છે.

કેલિફોર્નિયાના રેડવુડ સિટી સ્થિત ફાયર વર્ક એ ગયા મહિને જ ભારતમાં પ્રવેશ્યો હતો. આ વર્ષે કંપનીનું મૂલ્ય 10 કરોડ ડૉલર (100 મિલિયન) કરતા વધુ થઇ ગઇ. ટિક-ટૉકની માલિકીની બેઇજિંગ સ્થિત કંપની બાઇટડાન્સની કિંમત 75 અબજ ડૉલર છે.

આ પણ વાંચો: કેબલ ટીવી થયું સસ્તું, હવે આટલા રુપિયામાં મળશે 150 ચેનલ



યૂઝર ટિકટૉક પર 15-સેકન્ડનો ટૂંકો વીડિયો બનાવી શકે છે, જ્યારે ફાયર વર્કને યૂઝર 30-સેકન્ડનો વીડિયો બનાવવાની મંજૂરી આપે છે. તેની પેટન્ટ ટેકનીક યૂઝરોના તેમના મોબાઇલ ઉપકરણમાં એક શૉટમાં આડી અને ઉભી બંને વીડિયોઝ લેવાની મંજૂરી આપશે.આ પણ વાંચો: સામાન્ય ફરિયાદના નિવારણ માટે સરકારે લૉન્ચ કરી આ App

આ ઍપ્લિકેશન હાલમાં આઇઓએસ અને ઍન્ડ્રોઇડ બંને સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. તેના યૂઝર લાખોમાં નોંધાયેલા છે. એવું માનવામાં આવે છે કે જો ગૂગલ તેને ખરીદે છે તો તે લોકોમાં વધુ લોકપ્રિય બનશે. ટિકટૉકને કડક સ્પર્ધા આપવાની પણ અપેક્ષા છે.
First published: October 6, 2019, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading