કેટલો સેફ છે તમારા જરૂરી એકાઉન્ટનો Password, ગૂગલ આપશે જવાબ

પ્રતીકાત્મક તસવીર

જો કે ગૂગલ પાસવર્ડ ચેકઅપ પહેલા જ એક્સટેંશનની રીતે હાજર હતો.

 • Share this:
  ગૂગલે પોતાના પાસવર્ડ મેનેજર (Google password Maneger) માં નવો ફિચર પાસવર્ડ ચેકઅપ (Password Checkup) એડ કર્યું છે. આ નવા ફિચર્સને યુઝર્સના સિક્યોરિટી પાસવર્ડને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. જેથી યુઝર્સ ચેક કરી શકે કે તેમનો પાસવર્ડ કોઇ મોટા સિક્યોરિટી બ્રીચનો ભાગ તો નથી ને?
  જો કે ગૂગલ પાસવર્ડ ચેકઅપ પહેલા જ એક્સટેંશનની રીતે હાજર હતો. પણ હવે ગૂગલે તેને સીધું ગૂગલ એકાઉન્ટમાં જ મૂકી દીધો છે. યુઝર્સ password.google.comમાં જઇને તેનો ઉપયોગ કરી શકે છે.

  આમાં યુઝર્સની લોગઇન જાણકારી તે કરોડો એકાઉન્ટથી મેળવવામાં આવશે જે પર સિક્યોરિટીનો ખતરો હોય. અને કોઇ મોટા હેકિંગમાં તમારા એકાઉન્ટ પાસવર્ડને બ્રીચ કર્યો હશે તો ગૂગલ તમને પાસવર્ડ ચેન્જ કરવાની સલાહ આપશે. જો તમે નબળો પાસવર્ડ ઉપયોગમાં લઇ રહ્યા હોવ તો પણ ગૂગલ તમને આ વિષે સૂચન આપશે.

  ગૂગલે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે પાસવર્ડ ચેકઅપ તમારી જાણકારી ગૂગલને મોકલે છે. જેનાથી સિક્યોરિટી ચેક કરાય છે. પણ યુઝર્સ ડેટા ઇનક્રિપ્ટેડ છે અને તેને કોઇ જોઇ નહીં શકે. ગૂગલે કહ્યું કે યુઝર્સના પાસવર્ડ અમારી પાસે હેશ (#) સાઇનમાં છે અને તે ઇનક્રિપ્ટેડ છે. જાણકારી માટે બતાવી દઇએ કે ગૂગલે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં પોતાના વેબ બ્રાઉઝર ક્રોમ માટે પાસવર્ડ ચેકઅપ એક્સટેંશન લોન્ચ કર્યું હતું. કંપની મુજબ આ એક્સટેંશનની શરૂઆતમાં જ તેને 10 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published: