Gmailમાં આવ્યું નવું અપડેટ: ઈ-મેઇલ લખવામાં ખુદ gmail કરશે મદદ!

ગૂગલનું નવું ફીચર

Gmai new features: ગૂગલે પોતાના જી-મેઇલ (Gmail) યૂઝર્સ માટે અમુક નવા ફીચર્સ રોલઆઉટ કર્યાં છે. કંપનીનું કહેવું છે કે આ બદલાવથી યૂઝર્સને ઇ-મેઇલ લખવામાં સરળતા રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: ગૂગલે પોતાના જીમેઇલ (Gmail) વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા રજૂ કરી છે. કંપની વેબ માટે જી-મેઇલમાં To, CC, Bcc વિઝ્યુઅલ અપડેટ્સમાં પણ સુધારો કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તમામ સુધારા બાદ યૂઝર્સ માટે ઈમેઇલ લખવાનું કામ સરળ બની જશે. ટૂ (To), સીસી (CC) અને બીસીસી (BCC) ફીલ્ડનો ઉપયોગ કરતી વખતે યૂઝર્સને હવે એક નવું રાઇટ-ક્લિક મેનૂ મળશે. જેના પર ક્લિક કરતાની સાથે જ યૂઝર્સ ઇ-મેઇલ મેળવનાર (Email Recipient)નું આખું નામ અને ઇ-મેઇલ આઈડી નજરે પડશે. અહીંથી જ કૉન્ટેન્કટને એડિટ કે પછી તેને કૉપી કરી શકાશે. એટલું જ નહીં, યૂઝર્સ ઇમેઇલ મેળવનારનું ઇન્ફોર્મેશન કાર્ડ ખોલીને જોઈ પણ શકશે. ગૂગલ તરફથી એક બ્લોગમાં આ જાહેરાત કરવામાં આવી છે.

    અવતાર ચિપ્સ અને ઇન્ડીકેટર

    હવે તમે પોતાની ઓર્ગેનાઇઝેશનના બહારના યૂઝર્સ અથવા કૉન્ટેક્ટને જોડતી વખત અવતાર ચિપ્સ અને ઇન્ડીકેટર્સ જોઈ શકશો. કંપનીએ પહેલાથી સારા વિઝ્યુઅલ ઇન્ડીકેટર જોડી દીધા છે, જેનાથી યૂઝર્સને ઇમેઇલ કમ્પોઝ કરતી વખતે આ ઇન્ડીકેટર ગાઈડ કરી શકે. દરેક ઇમેઇલ પ્રાપ્તકર્તા માટે હવે એક અવતાર ચિપ હશે, જેનાથી તમને એ માલુમ પડશે કે તમે કોને કોને ઇમેઇલમાં જોડ્યા છે. જો તમારી સંસ્થાની બહારનો કોઈ વ્યક્તિ તમારા Recipient યાદીમાં હશે તો તમે તેને સરળતાથી ઓળખ કરી શકશો. જ્યારે તમામ બહારના કૉન્ટેક્ટ જેની સાથે તમે પહેલા ઇ-મેઇલની આપ-લે કરી ચૂક્યા છ, તે ઘાટા પીળા રંગમાં નજરે પડશે.

    આ પણ વાંચો: Login કરીને ભૂલી ગયા છો? આવી રીતે ચકાસો કેટલી સિસ્ટમમાં ઓપન છે તમારું gmail, આવી રીતે કરો Log out

    ઇ-મેઇલને યોગ્ય ફોર્મેટમાં ટાઇપ કરવામાં મદદ

    ગૂગલ હવે એ પણ બતાવશે કે તમારા દ્વારા ટાઇપ કરવામાં આવેલું ઈમેઇલ આઈડી સાચું છે કે નહીં. જો તે ખોટું હશે તો Recipient ચિપ્સમાં તેની એન્ટ્રી નહીં થાય. જો તમે ઈ-મેઇલ આઈડી લખવામં ભૂલ કરી છે તો ઇ-મેઇલ મોકલતા પહેલા જ તમને એરર મેસેજ મળશે.

    આ યૂઝર્સને મળશે સુવિધા

    ગૂગલે વેબ યૂઝર્સ માટે જી-મેઇલનું આ ફીચર રોલઆઉટ કરી દીધું છે. આ વિકલ્પ તમામ ગૂગલ વર્કસ્પેસ, જી સ્યૂટ બેઝિક અને બિઝનેસ ગ્રાહકો માટે લોંચ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે પર્સનલ ગૂગલ એકાઉન્ટ ધરાવતા લોકો આ નવા ફીચરનો ઉપયોગ નહીં કરી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published: