આ નકલી એપ્સને 60 કરોડ લોકોએ કરી છે ડાઉનલોડ, ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી

આ નકલી એપ્સને 60 કરોડ લોકોએ કરી છે ડાઉનલોડ, ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી
આમાંથી અનેક એપ્લિકેશન્સ એડ-ફ્રોડ કરી રહી હતી. તેની જાણકારી સામે આવ્યાં બાદ ગૂગલે તે તમામ એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે.

આમાંથી અનેક એપ્લિકેશન્સ એડ-ફ્રોડ કરી રહી હતી. તેની જાણકારી સામે આવ્યાં બાદ ગૂગલે તે તમામ એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે.

 • Share this:
  ગૂગલે પ્લે સ્ટોરમાંથી 46 એપ્લિકેશનો દૂર કરવામાં આવી છે. માહિતી અનુસાર ગૂગલે સિક્યોરીટી પર ધ્યાન રાખતા ડીઓ ગ્લોબલ નામની એક ચીની એપ્લિકેશન ડેવલપરની કેટલીક એપ્સ રીમૂવ કરી દીધી છે. બઝફીડ ન્યૂઝમાં એવું નોંધાયું છે કે ડીઓ ગ્લોબલની તમામ એપ્લિકેશન્સ 600 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. આમ છતાં ગૂગલે પ્લે સ્ટોરમાંથી 100 માંથી 46 ને દૂર કરી છે. એટલું જ નહીં, ગૂગલે ડેવલપરે તેના એડમોબ નેટવર્કથી પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલ મુજબ, આ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે તે જાણ્યું કે આમાંની ઘણી એપ્લિકેશન્સ જાહેરાત-છેતરપિંડી કરી રહી છે. એટલે કે જો યૂઝર્સ એપ્લિકેશનને ખોલતા નથી, તો પણ આ એપ્લિકેશન્સને કોડેડ કરવામાં આવી છે જેનાથી તે ઓટોમેટિક ખુલે છે.

  રિસર્ચએ આવી 6 એવી એપ્લિકેશન સપૉટ કરી, જેમાં એક નકલી એડ ક્લિકિંગ માટેનો કોડ આપવામાં આવ્યો હતો, જેમા એપ્લિકેશનને બંધ કર્યા પછી પણ આ ફોન બેકગ્રાઉન્ડમાં ચાલતી હતી, ડીઓ ગ્લોબલની લગભગ 100 એપ્લિકેશન્સ છે જે Play Store પર ઉપલબ્ધ છે, જેમાં 'પીક ટૂલ્સ ગ્રુપ' એપ્લિકેશન શામેલ છે. બઝફાઇડેએ જણાવ્યું હતું કે આમાંથી 100 માંથી 46 એપ્લિકેશન્સ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે.  ગૂગલે આ વર્ઝને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે યૂઝર્સની સુરક્ષા માટે ખત્તરનાક એપ્લિકેશન્સના વર્તનની તપાસ કરીએ છીએ અને કોઈપણ મુશ્કેલી ઊભી થાય તે પછી તરત જ પગલાં લઇએ છીએ. આ સ્થિતિમાં એપ્લિકેશન ડેવલોપર તેમની એપથી કમાણી કરી શકતા નથી. જરૂરીયાત પડવા પર આવી એપ્સને પ્લે સ્ટોરથી હટાવી દીધી છે.

  જો કે આ પહેલીવાર નથી કે ગૂગલે ડેવલપરની ઍડ-ફ્રોડ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા પણ ડીયુ ગ્રુપ ડેવલપર્સની કેટલીક એપ્લિકેશન્સને પ્લે સ્ટોરથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. તેમાં ઓમની ક્લીનર, રેમ માસ્ટર, સ્માર્ટ કૂલર, કૂલ ક્લીનર અને એઆઈઓ ટોર્ચ, સેલ્ફી કેમેરા જેવી એપ્લિકેશનો શામેલ છે.
  First published:April 28, 2019, 10:01 am