Googleએ 600 ઓપ્સ પ્લેસ્ટોરમાંથી કરી Delete, તમારા ફોનમાં હોય તો ફટાફટ ડિલિટ કરો

News18 Gujarati
Updated: February 22, 2020, 5:35 PM IST
Googleએ 600 ઓપ્સ પ્લેસ્ટોરમાંથી કરી Delete, તમારા ફોનમાં હોય તો ફટાફટ ડિલિટ કરો
ફાઈલ ફોટો

નકલી એપ્સ યૂઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કંપનીએ કહ્યું કે, આ પ્રકારનો વ્યવહાર ગૂગલની પોલિસી વિરુદ્ધનો છે

  • Share this:
ગૂગલે લગભગ 600 વિવાદાસ્પદ એન્ડ્રોયડ એપ્સને પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. સાથે કંપનીએ યૂઝર્સને ક્લિકના માધ્યમથી જાહેરાતમાં ફસાવતી એપ્સના ડેવલપ્રસને પણ રિમૂવ કરી દીધી છે. કંપની અનુસાર, તેમની જાહેરાત ટીમ માટે એક એરિયામાં ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે. ટીમનું કામ એપ્સની બહાર દેખાતા મેલિશિયસ જાહેરાતની શોધવા માટે નવી રીતે શોધવાની છે.

ઉલ્લેખનીય છે કે, આવી એપ્સના ડેવલપર્સનો જાહેરાત પર ક્લિક લેવાનો ઈરાદો પૈસા કમાવવાનો અને કેટલીક વખત ડેટા ચોરવાનો પણ હોય છે. કેટલીક વખત એડ-ક્લિકથી ફોનના ફન્કશન અને GPSમાં ગડબડી આવી જાય છે. એવામાં નકલી એપ્સ યૂઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કંપનીએ કહ્યું કે, આ પ્રકારનો વ્યવહાર ગૂગલની પોલિસી વિરુદ્ધનો છે.

જેથી ગૂગલે એડમોબ અને પ્લેસ્ટોરથી આ એપ્સ હટાવી દીધી છે. ગૂગલે આગળ કહ્યું કે, અમારી તપાસ ચાલી રહી છે અને જેવું અમને ઉલ્લંઘન દેખાશે, અમે કાર્યવાહી ચાલુ રાખીશુ.

આ પહેલા ડિલીટ કરવામાં આવી હતી 9 એપ્સ
આ પહેલા ટ્રેડ માઈક્રો નામની જાપાની સાઈબર સિક્યોરિટી કંપનીએ તે 9 એપ્સ શોધી હતી, જે યૂઝર્સના ફેસબુક અને ગૂગલ એકાઉન્ટના ડેટા સાથે છેડછાડ કરી રહી હતી. આ એપ્સને લગભગ 4,70,000 વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

ક્લીનર, ફોન બૂસ્ટર જેવી એપ્સ છે. સાઈબર સિક્યોરિટી કંપનીનું કહેવું છે કે, આ નકલી એપ્સ ખુદને ‘Speed Clean’ અથવા ‘Super Clean’ નામથી છુપાવી લે છે. તે ખુદને એવી રીતે રજૂ કરે છે કે, તમારા પોનની જંક ફાઈલોને ક્લીન કરી દે છે, પરંતુ એસલમાં આ ફેક એપ્સ છે.આ છે નકલી એપ્સનું લીસ્ટ
-Shoot Clean-Junk Cleaner, Phone Booster, CPU Cooler- Super Clean Lite- Booster, Clean & CPU Cooler
- Super Clean-Phone Booster, Junk Cleaner & CPU Cooler
- Quick Games - H5 Game Center
- Rocket Cleaner
- Rocket Cleaner Lite
- Speed Clean-Phone Booster, Junk Cleaner & App Manager
- LinkWorldVPN
First published: February 22, 2020, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading