સાવધાન: Joker માલવેર મળી આવતા ગૂગલે 34 એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી હટાવી, તમે પણ ફટાફટ ડિલીટ કરી દો

News18 Gujarati
Updated: October 3, 2020, 3:22 PM IST
સાવધાન: Joker માલવેર મળી આવતા ગૂગલે 34 એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી હટાવી, તમે પણ ફટાફટ ડિલીટ કરી દો
પ્રતિકાત્મક તસવીર.

જે એપ્લિકેશન આ માલવેરથી પ્રભાવિત થવાનું જાણમાં આવે છે, ગૂગલ તેને પ્લે સ્ટોરી પરથી હટાવી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી:  ગૂગલે જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે પ્લે સ્ટોર (google play store)માંથી 34 એવી એપ્લિકેશન હટાવી દીધી છે, જેમાં જોકર માલવેર (joker malware) જોવા મળ્યો હતો. જોકર એક એવો ખતરનાક વાયરસ છે, જે ગત કેટલાક મહિનાઓમાં અનેક એપ્સને પ્રભાવિત કરી ચૂક્યો છે. જે એપ્લિકેશન આ માલવેરથી પ્રભાવિત થવાનું જાણમાં આવે છે, ગૂગલ તેને પ્લે સ્ટોરી પરથી હટાવી રહ્યું છે. જોકર માલવેર એક જાતનું મેલેશિયસ બૉટ (malicious bot) છે, જેના fleecewareની રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

આ માલવેરનું કામ SMS પર બોગસ ક્લિક કરવાનું છે, જેનાથી યૂઝર્સના એકાઉન્ટ પર અનેક અણગમતી પ્રીમિયમ તેમજ પેઇડ સેવા ચાલુ થઈ જાય છે. આ અંગે યૂઝર્સને કોઈ જાણકારી પણ નથી હોતી. આ માલવેરને SMS મેસેજ, કોન્ટાક્ટ લિસ્ટ અને ફોનની જાણકારી ચોરવા માટે બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Hathras Case: પરિવારનો ચોંકાવનારો દાવો- પોલીસે જેને સળગાવી તે અમારી પુત્રી નથી, DM-SPનો નાર્કો ટેસ્ટ કરો

આ માલવેર યૂઝર્સને ખબર ન પડે તેમ પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઇન-અપ કરાવે છે. આ એપ્લિકેસન વિશે જાણીએ.

>> All Good PDF Scanner
>> Mint Leaf Message-Your Private Message>> Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
>> Tangram App Lock
>> Direct Messenger
>> Private SMS
>> One Sentence Translator – Multifunctional Translator
>> Style Photo Collage
>> Meticulous Scanner
>> Desire Translate
>> Talent Photo Editor – Blur focus
>> Care Message
>> Part Message
>> Paper Doc Scanner
>> Blue Scanner
>> Hummingbird PDF Converter – Photo to PDF
>> All Good PDF Scanner
>> com.imagecompress.android
>> com.relax.relaxation.androidsms
>> com.file.recovefiles
>> com.training.memorygame
>> Push Message- Texting & SMS
>> Fingertip GameBox
>> com.contact.withme.texts
>> com.cheery.message.sendsms (two different instances)
>> com.LPlocker.lockapps
>> Safety AppLock
>> Emoji Wallpaper
>> com.hmvoice.friendsms
>> com.peason.lovinglovemessage
>> com.remindme.alram
>> >Convenient Scanner 2
>> Separate Doc Scanner

ફોનમાંથી ડિલીટ કરી દો

ગૂગલે તેને 'Bread' (Jocker) તરીકે ઓળખી કાઢ્યો છે, જે 2017માં એક મોટા બિલિંગ ગોટાળામાં સંડોવાયેલું ગ્રુપ છે. આ ગ્રુપ એવી એપ્લિકેશનની ઓળખ કરે છે જે ફક્ત SMS ફ્રોડ માટે ડિઝાઇન કરવામાં આવી હોય. આ એપ્લિકેશન તમારા ફોનના ડેટાની સુરક્ષા માટે ખૂબ જ ખતરનાક છે, આથી આ એપ્લિકેશનને તમારા ફોનમાંથી હટાવી દેવાની સલાહ આપવામાં આવે છે.
Published by: Vinod Zankhaliya
First published: October 3, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading