મુંબઈઃ ગૂગલ (Google) સતત પોતાના પ્લે સ્ટોર (Google Play Store)થી મેલેશિયસ એપ્સને હટાવી રહ્યું છે, અને હવે દિગ્ગજ ટેક કંપનીએ વધુ 17 ખતરનાક એપ્સને ડિલીટ કરી દીધી છે. મળતી માહિતી મુજબ આ 17 એપ્સ જોકર માલવેર (Joker Malware)થી પ્રભાવિત છે. આ લેટેસ્ટ જોકર માલવેરેને Zscaler ThrearLabZએ સ્પોટ કરી છે. ફર્મની રિસર્ચર ટીમે બ્લોગમાં જણાવ્યું કે 17 અલગ-અલગ પ્રકારની એપ શોધી કાઢવામાં આવી છે, જેમાં આ ખતરનાક માલવેર હતું. આ એપ્સેન લગભગ 1 લાખ 20 હજાર વાર ડાઉનલોડ કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગની સ્નેનર એપ્સ હતી. કેટલીક મેસેજિંગ એપ્સ અને ફોટો એડિટર પણ સામેલ છે.
Zcaler’s Viral Gandhiએ પોસ્ટમાં જણાવ્યું કે, આ સ્પાઇવેરને SMS મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની જાણકારીઓ ચોરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ માલવેર યૂઝરને ચૂપચાપ પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઇન-અપ કરાવી લે છે.
આ એપ્સ વિશે માહિતી એકત્ર કર્યા બાદ ગૂગલની એન્ડ્રોઇડ સિક્યુરિટી ટીમે તેને ડિલીટ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી. આવો જાણીએ તે 17 માલવેર પ્રભાવિત એપ્સ વિશે...
>> All Good PDF Scanner >> Mint Leaf Message-Your Private Message >> Unique Keyboard - Fancy Fonts & Free Emoticons >> Tangram App Lock >> Direct Messenger >> Private SMS >> One Sentence Translator - Multifunctional Translator >> Style Photo Collage >> Meticulous Scanner >> Desire Translate >> Talent Photo Editor - Blur focus >> Care Message >> Part Message >> Paper Doc Scanner >> Blue Scanner >> Hummingbird PDF Converter - Photo to PDF >> All Good PDF Scanner
જોકર માલવેર એન્ડ્રોઇડ સિક્યુરિટી થીમ માટે સતત ખતરો બની રહે છે. Googleના પ્રયાસો છતાંય માલવેર નિયમિત અંતરાળમાં પ્લે સ્ટોર પર અલગ-અલગ એપ પર પૉપ-અપ કરી રહી છે. આ પહેલા આ મહિનાની શરૂઆતમાં સાઇબર સિક્યુરિટી ફર્મ Pradeoએ 6 પ્રભાવિત એપ્સને પ્લે સ્ટોરથી હટાવી હતી, જેને લગભગ 2,00,000 વાર ડાઉનલોડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર