Home /News /tech /

લોકેશન સેટિંગ ઓફ કરવા છતાં પણ તમારા દરેક પગલાં પર નજર રાખે છે ગૂગલ

લોકેશન સેટિંગ ઓફ કરવા છતાં પણ તમારા દરેક પગલાં પર નજર રાખે છે ગૂગલ

પ્રતિકાત્મક તસવીર

તમે ઇચ્છો કે ન ઇચ્છો પરંતુ દિગ્ગજ સર્ચ એન્જીન કંપની ગૂગલ તમારી દરેક હરકત ઉપર નજર રાખે છે. તમારા આવવા-જવા જેવી દરેક હરકતનો રેકરોર્ડ રાખે છે. સમાચાર એજન્સી એપીની તપાસમાં આ હકીકત સામે આવી છે.

    તમે ઇચ્છો કે ન ઇચ્છો પરંતુ દિગ્ગજ સર્ચ એન્જીન કંપની ગૂગલ તમારી દરેક હરકત ઉપર નજર રાખે છે. તમારા આવવા-જવા જેવી દરેક હરકતનો રેકરોર્ડ રાખે છે. સમાચાર એજન્સી એપીની તપાસમાં આ હકીકત સામે આવી છે.

    તપાસમાં જાણવા મળ્યું છે કે, એન્ડ્રોઇડ અને આઇફોનમાં ગૂગલની અનેક એવી સેવાઓ છે જે પર્સનલ સેટિંગનો ઉપયોગ કરવા છતાં પણ તમારા જિયો સ્ટેટસને રેકોર્ડ કરે છે. પ્રિંસટનમાં કમ્પ્યુટર સાયન્સ રિસર્ચે એપીની વિનંતી બાદ આ તારણોની પુષ્ટી કરી છે.

    ગૂગલ મોટાભાગના મામલામાં તમારી લોકેશન સાથે સંકળાયેલી જાણકારીઓનો ઉપયોગ કરવા માટે પહેલા મંજૂરી માંગે છે. ગૂગલ મેપ જેવી એપનો ઉપયોગ તમે નેવિગેશન માટે ઉપયોગ કરો છો તો તમારું લોકેશન માંગે છે. જો તમે આની મંજૂરી આપો છો તો ગૂગલ મેપ તમને ટાઇમલાઇનમાં હિસ્ટ્રી બતાવે છે.

    આમ આવી રીતે તમારી પળે-પળની સ્થિતિ વિશે જાણકારી હોવી એ તમારી પ્રાઇવસી માટે જોખમી છે. એટલા માટે કંપનીએ લોકેશનની આખી વિગતો બંધ કરવાનો પણ વિકલ્પ આપ્યો છે. ગૂગલનું કહેવું છે કે, તમે તમારી લોકેશન સેટિંગને ગમે ત્યારે બંધ કરી શકો છો. જેનાથી લોકેશન સ્ટોર થવાનું બંધ થઇ જશે.

    તમે ગમે ત્યાં જશો પરંતુ તેની જાણકારી સ્ટોર નહીં થાય. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સાચું નથી. લોકેશન હિસ્ટ્રી બંધ કરવા છતાં પણ કેટલીક ગૂગલ એપ તમારી મંજૂરી વગર જ આપોઆપ તમારા લોકેશન સાથે સંકળાયેલી માહિતીને એકત્રીત કરે છે.

    ઉદાહરણ તરીકે, જ્યારે તમે મેપ ખોલો છો તો ગૂગલ એ જગ્યાનો સ્નેપશોર્ટ સ્ટોર કરી લે છે. આવી જ રીતે એન્ડ્રોઇડ ફોનમાં હવામાનની જાણકારી આપનારી સેવાઓ પણ તમારું લોકેશન સ્ટોર કરી લે છે. આ ઉપરાંત ચોકલેટ ચિપ કુકીઝ અથવા કિડ્સ સાયન્સ કિટ્સ જેવી કેટલાક સર્ચ પણ છે. જે તમારા અક્ષાંસ અને રેખાંસને નોંધી લે છે. સમસ્યા એ છે કે 2 અરબ એન્ડ્રાઇડ અને દુનિયાભરમાં લાખો આઇફોન યુઝર્સને અસર કરે છે જે સર્ચ અથવા મેપ માટે ગૂગલ ઉપર વિશ્વાસ રાખે છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: App, IOS, Records, ગૂગલ

    આગામી સમાચાર